આ રાશિના જાતકોએ વાદ વિવાદથી દૂર રહેવું, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જુઓ રાશિ ભવિષ્ય


મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં ઉચાટ જણાશે, ઉશકેરાટના કારણે વાણીમાં દોષ જણાશે, વિવાદિત કાર્યોથી દૂર રહેવું, તબિયત બાબતે કાળજી રાખવી.
વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક ચિંતાઓ રહેશે, પતિ પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે, કામકાજમાં ઓછો સહયોગ મળશે, પરિવારની વિરુદ્ધ જઈ કામ કરવું નહીં.
મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામના ભારને હળવો કરી શકશો, સહ કર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે, નાના સાથીઓથી સંભાળવું, સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કારણ વગરના વાદ વિવાદથી દૂર રહેવું, ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખો, જમીન મકાનના કામમાં ચિંતા રહેશે, પરિવારના પ્રશ્નોમાં સમાધાન મળશે.
સિંહ (મ.ટ)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા અને વ્યથાઓ હળવી બનશે, પરચુરણ ધંધામાં સારો લાભ થશે, દલાલીવાળા કામથી લેણું જણાશે, કોઈ કામમાં ઉતાવળ કરવી નહીં.
કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ધર્મ કાર્ય માટે બહાર જવું પડે, સ્નેહીજનોની મુલાકાતથી લાભ થશે, આજે ઉત્તમ આનંદ મેળવી શકશો, ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે.
તુલા (ર.ત.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ દરેક કામકાજમાં અનુકૂળતા જણાશે, તબિયત બાબતે કાળજી રાખવી, કામ વધારે છતાંય આનંદ જણાશે, મનોકામનાની પૂર્તિ થશે.
વૃશ્ચિક (ન.ય.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા જ વિચારો તમને ખોટા લાગશે, અંતર આત્માના અવાજને ઓળખતા શીખો, માનસિક શ્રમથી થાક અનુભવશો, ગણતરીપૂર્વક કામ નહીં થાય.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈપણ નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં, વાણી વ્યવહારમાં નમ્રતા રાખવી, સગા સંબંધીઓમાં તણાવ જણાશે, તણાવપૂર્ણ સંબંધોમાં સાચવીને કામ કરવું.
મકર (ખ.જ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ વડીલવર્ગની તબિયત વિશે ચિંતા રહેશે, થોડી બેચેની અને કામની ચિંતા રહેશે, અગત્યના નિર્ણયો સાચવીને કરવા, કામકાજમાં સંભાળીને કામ કરવું.
કુંભ (ગ.શ.સ.ષ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાગણીશીલ સ્વભાવથી નુકસાન થશે, થોડા વ્યવહારુ બનો, ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, નજીકના સગા કે મિત્રોને મળવાનું થાય.
મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આજના દિવસે કામની હળવાશ અનુભવશો, વ્યક્તિગત કામમાં ધ્યાન આપી શકશો, દૈનિક વ્યવસાયથી લાભ થશે, આનંદપૂર્વક દિવસ પસાર થશે.




