Top In Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર અન્ડરવેરમાં સોનું સંતાડી લાવતો દાણચોર પકડાયો, 96 લાખની કિંમતી ધાતુ જપ્ત

અમદાવાદ એરપોર્ટ પર અનેક વાર દાણચોરીનું સોનું પકડાય છે. કસ્ટમ વિભાગની સતર્કતાને લીધે કરોડોનું સોનું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. દાણચોરો પણ નવા નવા કિમિયા અપનાવી સોનું ઘુસાડવાનો પ્રયાસ કરતાં હોય છે, ત્યારે આ વખતે એક દાણચોર અન્ડરવેરમાં સોનું સંતાડીને લાવતા કસ્ટમ વિભાગ પણ આશ્ચર્યમાં મુકાયું છે. કસ્ટમની ટીમે સોનાના પેસ્ટ સ્વરૂપના પાવડર સહિત ખિસ્સામાં છુપાવેલી સોનાની લગડીઓ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 


અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જોતાં પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું, પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખસની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતાં આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button