Top In Ahmedabad

અમદાવાદ એરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન ઝડપાયું, સાબુના બોક્સમાં પેક કરી લાવ્યો હતો મુસાફર

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. એર એશિયા ફ્લાઇટ નંબર AK-91દ્વારા કુઆલાંલપુરથી આવતા એક પુરૂષને અટકાવી તપાસ કરતા હેરોઇન મળી આવ્યું હતું. 

એરપોર્ટ પર મુસાફરની તપાસ કરતા પ્રતિબંધિત માદક પદાર્થના 29 પેકેટ મળી આવ્યા હતા. આ હેરોઇન 6.8 કિલો હોવાનું સામે આવ્યું છે. આ માદક દ્રવ્યો કુદરતી સાબુ અને હર્બલ સાબુના બારના રૂપમાં છુપાવવામાં આવ્યું હતું. જેમાં સાબુના પેકેજિંગ બોક્સમાં પેક કરવામાં આવ્યા હતા. 

આ ફ્લાઇટ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી અમદાવાદ આવી હતી. આ વ્યક્તિએ હેરોઇન ઝડપાય નહીં તે માટે ચાંદીના વરખ અને કાર્બન પેપરમાં લપેડ્યા હતા. તપાસમાં આ બોક્સમાં હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. કુલ 36 સાબુના કદના બોક્સ અને 3 સફેદ કવરમાં છુપાવેલું 6.8 કિલો શંકાસ્પદ હેરોઇન NDPS એક્ટ હેઠળ જપ્ત કરી મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button