ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, વિવિધ સેવાઓ પર અસરની શક્યતા


સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમની આવતીકાલની દેશવ્યાપી હડતાળની જાહેરાતને પગલેે ઇલેક્ટ્રિસિટી, બેકિંગ, ઇન્સ્યુરન્સ, ટ્રાન્સપોર્ટ, હેલ્થ, ગેસ, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સેવાઓ પર અસર પડશે. ૧૨ ફેબુ્રઆરીની હડતાળમાં વિવિધ સેકટરના ૩૦ કરોડ કર્મચારીઓ ભાગ લે તેવી શક્યતા છે તેમ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોનાં જોઇન્ટ ફોરમે દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રેડ યુનિયનનાં એક જૂથે કેન્દ્ર સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી, દેશ વિરોધી અને કોર્પોરેટ સમર્થક નીતિઓનાં વિરોધમાં ૯ જાન્યુઆરી દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી.
ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અમરજિત કૌરે પત્રકારોને જણાવ્યું હતું કે ૧૨ ફેબુ્રઆરીની દેશવ્યાપી હડતાળને કારણે વીજળી, બેકિંગ, વીમા, પરિવહન, સ્વાસ્થ્ય, શિક્ષણ, ગેસ અને પાણી પુરવઠાની સેવાઓ પર અસર પડશે.
તેમણે જણાવ્યું હતું કે આવતીકાલની હડતાળમાં તમામ બેંક યુનિયનો જોડાશે નહીં કારણકે તેઓ અગાઉ ૨૭ જાન્યુઆરીએ હડતાળ પર ગયા હતાં. જો કે બેંક કર્મચારીઓના સંગઠનો જેવા કે એઆઇબીઇએ, એઆઇબીઓએ અને બીઇએફઆઇ હડતાળમાં જોડાશે.કૌરે વધુમાં જણાવ્યું હતું કે હડતાળનેી અસર માઇનિંગ અને ગેસ પાઇપલાઇન સેક્ટર ઉપર પણ જોવા મળશે. વીમા સેક્ટરનાં કર્મચારીઓ આ સેક્ટરમાં ૧૦૦ ટકા એફડીઆઇ (ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ને મંજૂરી આપવાનાં નિર્ણયનો વિરોધ કરશે.ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટ કંપનીઓનાં કર્મચારીઓ પણ આ હડતાળમાં ભાગ લેશે. તેમણે દાવો કર્યો હતો કે હડતાળમાં ૩૦ કરોડ કર્મચારીઓ ભાગ લેશે અને આ હડતાળની અસર દેશનાં ૬૦૦ જિલ્લાઓમાં જોવા મળશે.
તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે ૯ જુલાઇએ પાડવામાં આવેલી હડતાળમાં ૨૫ કરોડ કર્મચારીઓએ ભાગ લીધો હતો જેના કારણે આ હડતાળની અસર ૫૫૦ જિલ્લાઓમાં જોવા મળી હતી.બૈેકિંગ સેવાઓ પર આશિંક અસર જોવા મળશે કારણકે બેકિંગ કર્મચારીઓનાં ૯ સંગઠનો પૈકી ૩ યુનિયનો હડતાળમાં જોડાવાના છ.ે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશન (એઆઇબીઓસી) અને અન્ય પાંચ બેંક યુનિયનો આ હડતાળમાં જોડાવાના નથી



