Entertainment

ગુજરાતી સિનેમામાં ગ્લોબલ ધમાકો:E4U એન્ટરટેઈનમેન્ટ અને પાર્ટનર્સે કરી બે મોટી ફિલ્મોની જાહેરાત; જૂના ‘ટપ્પુ’ ભવ્ય ગાંધી સાથે જામશે જિનલ બેલાનીની જોડી

ગુજરાતી સિનેમા આજે તેની પ્રાદેશિક સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહ્યું છે. આ ગતિને વેગ આપવા માટે પ્રોડક્શન હાઉસ E4U એન્ટરટેઈનમેન્ટ, Ambigramy અને ડિવાઈનના સહયોગથી પ્રેક્ષકો માટે અનોખું અને મનોરંજક કન્ટેન્ટ લાવવા માટે સજ્જ થયું છે. તાજેતરમાં જ આ પ્રોડક્શન હાઉસ દ્વારા તેમના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે.

નવા પ્રોજેક્ટ્સની ઘોષણા અને શૂટિંગનો પ્રારંભ

પ્રોડ્યૂસર્સ અમિત વેડાવાલા, નિલેશ મોદી (E4U), પ્રેમલ ત્રિવેદી, શ્રીકાંત જાની (Ambigramy) તેમજ અમરીશ ભીમાણી અને નિલેશ પટેલ (ડિવાઈન) દ્વારા સંયુક્ત રીતે બે મહત્વકાંક્ષી ફિલ્મો ‘વાટ લાગી’ અને ‘ચોર નંબર -1’ની જાહેરાત કરવામાં આવી છે. વિશેષ વાત એ છે કે આ બંને ફિલ્મોનું શૂટિંગ ફેબ્રુઆરી મહિનામાં જ શરૂ થવાનું છે.

1. વાટ લાગી: કોમેડી અને સસ્પેન્સનો ડબલ ડોઝ

ભવ્ય ગાંધી અને જિનલ બેલાની જેવા સ્ટાર કલાકારો ધરાવતી ફિલ્મ ‘વાટ લાગી’ એક કોમેડી સસ્પેન્સ થ્રિલર છે. જેની સ્ટારકાસ્ટમાં ભવ્ય ગાંધી, જિનલ બેલાની, દીપ વૈદ્ય, ઓમ ભટ્ટ અને પ્રેમ ગઢવી છે. આ ફિલ્મ ઓક્ટોબર અને નવેમ્બર 2026 વચ્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

2. ચોર નંબર -1: મનોરંજન સાથે સામાજિક સંદેશ

આ ફિલ્મ એક કંપનીના ત્રણ કર્મચારીઓની વાર્તા છે, જે મેનેજરના ત્રાસથી બદલો લેવા ચોરી કરે છે અને ત્યારબાદ એક રાતમાં તેમની જિંદગી બદલાઈ જાય છે. જેની સ્ટારકાસ્ટમાં શ્રેય મારડીયા, અર્ચન ત્રિવેદી, આંચલ શાહ, રિશી જાની સહિતના કલાકારો છે. જેના નિર્દેશક અને લેખક રાકેશ શાહ છે. આ ફિલ્મમાં મે 2026માં રિલીઝ કરવાનું આયોજન છે.

નવી પ્રતિભાઓ માટે આશાનું કિરણ

E4U એન્ટરટેઈનમેન્ટ માત્ર મોટા સ્ટાર્સ જ નહીં, પણ નવી પ્રતિભાઓ પર પણ વિશ્વાસ મૂકી રહ્યું છે. નવા કલાકારો અને ટેકનિશિયનોને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે આ પ્રોડક્શન હાઉસ એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવા હંમેશા તૈયાર છે. ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે આ ખરેખર રોમાંચક સમય છે, જ્યાં ગુણવત્તાસભર વાર્તાઓ અને ટેકનિકલી મજબૂત સિનેમા હવે મોટા પડદે અને ગ્લોબલ પ્લેટફોર્મ પર જોવા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button