GUJARAT

બોર્ડની પરીક્ષાને લઈ રાત્રે 10 પછી DJ અને લાઉડસ્પીકર પર ગુજરાતના આ શહેરમાં પ્રતિબંધ

Oplus_131072

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ (Board Exams 2026) નજીક આવી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં સુરત પોલીસ કમિશનરે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં હાલ ચાલી રહેલી લગ્નસરાની મોસમ (Wedding Season) વચ્ચે લાઉડસ્પીકર અને ડીજેના ઘોંઘાટથી વિદ્યાર્થીઓના વાંચન અને ઊંઘમાં ખલેલ ન પહોંચે તે હેતુથી રાત્રે 10:00 વાગ્યા પછી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાધનો પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓની સતત રજૂઆતો બાદ પોલીસ તંત્રએ આ આદેશ જાહેર કરીને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા કવાયત હાથ ધરી છે.

સુરત પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા મુજબ, હવેથી શહેરના કોઈ પણ પાર્ટી પ્લોટ, મેરેજ હોલ કે જાહેર સ્થળો પર રાત્રિના 10:00 વાગ્યા પછી મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં.

કડક કાર્યવાહી: જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો માત્ર દંડ જ નહીં, પરંતુ પોલીસ દ્વારા જે તે DJ ના સાધનો કે લાઉડસ્પીકર (Loudspeakers) પણ જપ્ત કરી લેવામાં આવશે.
કાયદાકીય પગલાં: આયોજકો અને જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button