National

PM મોદીએ કહ્યું-આગામી પેઢી માટે યોગ્ય AI છોડવું જરુરી:કેટલાક લોકોને AIમાં ભય દેખાય છે, કેટલાકને ભાગ્ય અને ભવિષ્ય

દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા “ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026″નો આજે ચોથો દિવસ છે. આજના સત્રમાં પોતાના ભાષણમાં, PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભવિષ્યની પેઢીઓ માટે યોગ્ય AI છોડવાની જવાબદારી આપણી છે. તેમણે કહ્યું કે AIની ગતિ અને સ્કેલ અકલ્પનીય છે.

આપણે AIના ક્ષેત્રમાં મોટા સપના જોવા જોઈએ, પરંતુ જવાબદારી સાથે. આપણે આપણી ભાવિ પેઢીઓ માટે કેવા પ્રકારનું AI છોડીને જઈ રહ્યા છીએ તે ધ્યાનમાં રાખવું જોઈએ. અને હાલમાં આપણે AI સાથે શું કરી રહ્યા છીએ. આપણે ભૂતકાળમાં પરમાણુ વિનાશ જોયો છે, અને ઉકેલો પણ.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડિજિટલ કન્ટેન્ટ પર ઓથેંટિસિટી લેબલ હોવા જોઈએ, જેથી અસલી અને અને AI-જનરેટેડ કન્ટેન્ટ વચ્ચેનો ફરક જાણી શકાય. વધુમાં, બાળકોની સલામતી માટે AI સ્પેસને ચાઈલ્ડ સેફ બનાવવું જરૂરી છે.

મોદીએ કહ્યું- દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે: એક ઓવા લોકો જેઓ AIમાં ભય જુએ છે અને બીજા એવા લોકો જેઓ તેમાં ભાગ્ય જુએ છે. હું ગર્વથી કહું છું કે અમે ભય જોતા નથી. ભારત AIમાં ભાગ્ય જુએ છે, ભારત AIમાં ભવિષ્ય જુએ છે.

PM મોદીએ AI સમિટમાં પોતાના ભાષણની શરૂઆતમાં કહ્યું, ‘શરૂઆતમાં નવી ટેકનોલોજી અંગે શંકા થાય છે, પરંતુ આ નવી પેઢી હવે જે રીતે AIનો ઉપયોગ કરી રહી છે તે અભૂતપૂર્વ છે.’

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સમિટમાં ભાગ લેનારા બધા લોકો AIને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. શરૂઆતમાં, કેટલાક લોકો આવી ટેકનોલોજી વિશે શંકાસ્પદ છે, પરંતુ આપણા યુવાનો જે રીતે તેને અપનાવી રહ્યા છે અને તેના પર અધિકાર જમાવી રહ્યા છે તે એક મોટું પગલું છે. અહીં દર્શાવેલ દરેક ઉકેલ, પછી ભલે તે કૃષિ હોય, શિક્ષણ હોય કે આરોગ્ય, ‘મેક ઇન ઇન્ડિયા’ની ભાવનાને દર્શાવે છે.

PM મોદી ઉપરાંત, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને ગુગલના સીઈઓ સુંદર પિચાઈ જેવા અગ્રણી ગ્લોબલ લિડર્સે પણ સમિટમાં સંબોધન કર્યુ હતું. મોદીએ 16 ફેબ્રુઆરીના રોજ પાંચ દિવસીય સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026માં ભારતની ઝડપથી વિકસતી ટેકનોલોજીકલ સફર વિશે ભાવુક અંદાજમાં વાત કરી. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ ભારતની મુલાકાત લે છે, ત્યારે તેઓ પરિવર્તનની ગતિ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

પિચાઈએ તેમના વિદ્યાર્થીકાળના દિવસો યાદ કર્યા જ્યારે તેઓ કોરોમંડલ એક્સપ્રેસમાં ચેન્નાઈથી ખડગપુર જતા હતા, તો રસ્તામાં વિશાખાપટ્ટનમમાંથી પસાર થતા હતા, જે એક શાંત, આશાસ્પદ દરિયાકાંઠાનું શહેર . “મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે તે જ વિશાખાપટ્ટનમ એક દિવસ વૈશ્વિક AI હબ બનશે,” તેમણે કહ્યું, ગૂગલ હવે તે જ શહેરમાં એક ફુલ-સ્ટેક AI હબ સ્થાપિત કરી રહ્યું છે, જે ભારતમાં કંપનીના $15 બિલિયનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણનો મુખ્ય ભાગ છે.

આ સમિટમાં 110થી વધુ દેશો, 20થી વધુ દેશોના વડાઓ, 30 આંતરરાષ્ટ્રીય સંગઠનો અને 500થી વધુ વૈશ્વિક AI નેતાઓ ભાગ લઈ રહ્યા છે. લગભગ 100 સીઈઓ અને ફાઉન્ડર્સ, 150 શિક્ષણવિદો અને રિસર્ચર, 400 CTOs, VPs, 100+ સરકારી પ્રતિનિધિઓ હાજર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button