GUJARAT

ગુજરાતમાં 24 કલાક માટે માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાત રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. આ બદલાતા હવામાનના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા છે.

આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જ્યારે નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. જોકે રાજ્યમાં હજુ મિશ્ર ઋતુની અસર યથાવત રહેશે. એટલે સવાર-સાંજ ઠંડક અને બપોરે ગરમીનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગે નાગરિકોને સાવચેતી રાખવા અને ખેતી સંબંધિત જરૂરી પગલાં લેવા સૂચના આપી છે.

ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત છોતે ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના આપી છે.

” આજે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ રહેવાની શક્યતા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન. નોર્થ ઈસ્ટ અરેબિયં સી, બે સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર પણ છે જેની અસર પણ ગુજરાતના વાતાવરણ પણ પડશે. જેના કારણે હળવો વરસાદ ગુજરાતમાં આવી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની અસર રહેશે. અરવલ્લી, સાબરકાંઠા, નર્મદા, તાપી અને ડાંગમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. “

26 ફેબ્રુઆથી લઈને 3 માર્ચ સુધી અમદાવાદનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. આવનાર 7 દિવસ માટે લઘુત્તમ અને ઉચ્ચતમ તાપમાનમાં કોઇમોટો ફેરફાર આવશે નહિ. અમદાવાદમાં વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે. રાજ્યમાં સૌથી વધાર તાપમાન રાજકોટ શહેરનું નોંધાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button