National

કોલકાતામાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા, ઘર ઓફિસોમાંથી લોકો રસ્તા પર દોડી આવ્યા

કોલકાતામાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5 મપાઈ હતી. આ આંચકા એટલા ભયાનક હતા કે લોકો ડરીને તેમના ઘર અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક અહેવાલ અનુસાર ભૂકંપના આંચકા અમુક સેકન્ડ સુધી આવ્યા હતા.

કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી(NCS)ના જણાવ્યા અનુસાર, બપોરે અંદાજે 1:22 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો ડરના માર્યા પોતાના ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. ખાસ કરીને બહુમાળી ઇમારતોમાં રહેતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ: ટાકીથી 26 કિમી દૂર નોંધાયું ઈપીસેન્ટર

અમેરિકન જીઓલોજિકલ સર્વે(USGS) મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ બંગાળના ટાકીથી 26 કિમી દક્ષિણ-પૂર્વમાં નોંધાયું છે. આ ભૂકંપ જમીનથી માત્ર 9.8 કિમીની ઊંડાઈએ આવ્યો હોવાથી તેની અસર ખૂબ જ તીવ્રતાથી અનુભવાઈ હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લોકો પોતાના અનુભવો શેર કરી રહ્યા છે, જેમાં કેટલાક લોકોએ જણાવ્યું કે તેમણે જીવનમાં પહેલીવાર આટલા ભયાનક આંચકા અનુભવ્યા છે.

સદનસીબે જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી

રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોલકાતા ઉપરાંત પાડોશી જિલ્લાઓમાં પણ આ આંચકા અનુભવાયા હોવાના અહેવાલો છે. ભૂકંપ બાદ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને સુરક્ષાના કારણોસર લોકો લાંબો સમય સુધી ખુલ્લા મેદાનમાં ઉભેલા જોવા મળ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button