Sports

2000થી લઇને 55000 સુધીની કિંમત? ટિકિટના ભાવ આસમાને પહોંચતા ક્રિકેટપ્રેમીઓ મુશ્કેલીમાં

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ આવતી કાલે 8 માર્ચે સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ પહોંચ્યા છે, પરંતુ ટિકિટ મળવી હવે મુશ્કેલ બની ગઈ છે.

ક્રિકેટપ્રેમીઓ ટિકિટની આશાએ અમદાવાદ આવ્યા છે. પરંતુ હાલ સ્થિતિ એવી છે કે ઓફલાઇન ટિકિટ વિતરણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ ટિકિટ મળતી નથી.

ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે BookMyShow પર ટિકિટ દેખાતી હોવા છતાં પણ ક્રિકેટપ્રેમીઓને તે મેળવી શકતા નથી. ઘણા લોકો વારંવાર પ્રયાસ કરી રહ્યા છે, છતાં ટિકિટ બુક થઈ શકતી નથી.આ ઉપરાંત ટિકિટના ભાવમાં પણ ભારે વધારો થયો હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે 2000 રૂપિયાની ટિકિટ બ્લેક માર્કેટમાં 15 હજારથી લઈને 55 હજાર રૂપિયા સુધી વેચાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફાઇનલ મેચને લઈને અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દેશભરના ચાહકો પહોંચી રહ્યા છે અને કોઈપણ રીતે ફાઇનલ મેચનો આનંદ માણવા આતુર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button