બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા સાથે રોમેન્ટિક થઈ તેજસ્વી પ્રકાશ, કપલની સિઝલિંગ તસવીરો વાયરલ


ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ્સની યાદીમાં સામેલ એક્ટર કરણ કુંદ્રા અને એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.
2/6

આ કપલ વારંવાર તેમના લગ્નના સમાચારને લઈને પણ ચર્ચામાં આવે છે. આ દરમિયાન એક્ટ્રેસે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે ખૂબ જ સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે.
3/6

વાસ્તવમાં, તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા આજકાલ શૂટિંગના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને ક્વોલિટી ટાઈમ પસાર કરવા માટે વેકેશન પર નીકળ્યા છે, જ્યાં બંને મસ્તી કરવા સાથે ખૂબ જ રોમેન્ટિક થતા જોવા મળ્યા હતા.
4/6

તેજસ્વી પ્રકાશે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે કરણ કુંદ્રા સાથેના પોતાના વેકેશનની ઝલક બતાવી છે. આ ફોટોઝમાં બંને હેટ અને સનગ્લાસ પહેરેલા જોવા મળી રહ્યા છે.
5/6

ફેન્સને તેમની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, તેજસ્વી અને કરણના ચાહકો ક્યારનાય બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે.
6/6

તમને જણાવી દઈએ કે, તેજસ્વી અને કરણનો સંબંધ વર્ષ 2021માં રિયાલિટી શો ‘બિગ બોસ 15’ના ઘરમાં શરૂ થયો હતો અને 4 વર્ષ વીતી ગયા પછી પણ બંનેનો પ્રેમ અને સંબંધ અકબંધ છે.



