GUJARAT

ભાજપના નેતાની ભત્રીજી ફસાઇ લવ જેહાદમાં! મામલો પહોંચ્યો હર્ષ સંઘવી સુધી

વડોદરામાં એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. જેમાં ભાજપના એક સ્થાનિક નેતાની ભત્રીજી વિધર્મી યુવક સાથે પ્રેમ સંબંધમાં ફસાઈ ગઈ હોવાની ચર્ચા છે. યુવતી છેલ્લા બે દિવસથી ગુમ થતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે યુવતીએ લગભગ છ મહિના પહેલા જ બિનહિંદુ યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ સમગ્ર મામલામાં હિંદુ સંગઠનો પણ સક્રિય બન્યા હતા અને અંતે યુવતીને તાંદલજા વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી.

માહિતી મુજબ વડોદરાના સમા વિસ્તારમાં રહેતા ભાજપના એક નેતાની ભત્રીજી છેલ્લા બે દિવસથી ઘેરથી ગુમ થઈ ગઈ હતી. યુવતી અચાનક ગાયબ થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. પરિવારજનોએ અનેક સ્થળે શોધખોળ કર્યા બાદ અંતે સમા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો કોઈ સંપર્ક ન થતાં પરિવારજનોએ આ મામલાને ગંભીર ગણાવ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે યુવતી એડવોકેટના વ્યવસાય સાથે જોડાયેલી હતી અને તે દરમિયાન તેની ઓળખાણ એક બિનહિંદુ એડવોકેટ યુવક સાથે થઈ હતી. ઓળખાણ પછી બંને વચ્ચે નજીકતા વધી અને પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી. પરિવારજનોને આ બાબતની જાણ નહોતી.

યુવતીની શોધખોળ દરમિયાન એક ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુવતીએ લગભગ છ મહિના પહેલા જ તે બિનહિંદુ યુવક સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. આ બાબત પરિવારજનો માટે આશ્ચર્યજનક હતી. કારણ કે તેમને આ અંગે કોઈ માહિતી નહોતી.

પરિવારજનોએ આ મામલે પોલીસ પાસે મદદ માગી હતી પરંતુ શરૂઆતમાં પૂરતી કાર્યવાહી ન થતાં તેમણે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પણ રજૂઆત કરી હતી. પરિવારજનોનો આક્ષેપ હતો કે યુવતીને શોધવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી. આ મામલે હિંદુ સંગઠનો પણ સક્રિય બન્યા હતા. તેઓએ યુવતીની શોધખોળ શરૂ કરી અને અંતે વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી યુવતીને શોધી કાઢવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવી હતી.

પોલીસે યુવતીને સ્ટેશનમાં લઈ જઈ તેની કાઉન્સેલિંગ કરી હતી. પોલીસ દ્વારા યુવતી સાથે વાતચીત કરીને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી. ત્યારબાદ યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી યુવતીને પરિવારજનોને સોંપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button