Top In Ahmedabad

Ahmedabad news: પરિવારજનો કહેતા- ‘તું મરી જાય તો સારું’, ધો.11ના વિદ્યાર્થીએ માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યું

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આ  ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત બાદ પોલીસે તપાસ કરતા બેડ નીચેથી ત્રણ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ મળી છે. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી અને ફોઈ સહિત 4 સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પરિવાર જ બન્યો દુશ્મન!

આ ઘટના અંગે રાણીપમાં રહેતા 45 વર્ષીય હેતલબેન બારોટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના પતિ સમીરભાઈ, 17 વર્ષના દીકરા આરવ અને 5 વર્ષની દીકરી સાથે રહેતા હતા. તેમના જણાવ્યા મુજબ, તેમના દીકરા આરવે સતત માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. 

 પિતા સ્કૂલ બહાર ચપ્પુ લઈને દીકરાને મારવા ગયા

હેતલબેનના પતિ સમીરભાઈ વારંવાર દારૂ પી આવીને પત્ની અને દીકરાને મારઝૂડ કરતા હતા. આ બાબતે જ્યારે દીકરો આરવ તેના દાદા-દાદી અને ફોઈને જાણ કરતો, ત્યારે તેઓએ પણ મદદ કરવાની જગ્યાએ તમે બંને મરી જાવ તો સારું જેવા શબ્દોથી વધુ માનસિક ત્રાસ આપ્યો હતો. એક વખત તો પિતા સ્કૂલ બહાર ચપ્પુ લઈને દીકરાને મારવા ગયા હતા, જેના કારણે આરવ સતત ડર અને ટેન્શનમાં રહેતો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button