GUJARAT

ગુજરાત વિધાનસભામાં UCC બિલ રજૂ, વિધેયક રજૂ કરતા ભારત માતા કી જયના લાગ્યા નારા

ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુસીસી બિલ રજૂ કર્યું હતું. વિધાનસભામાં યુસીસી વિધેયક રજૂ કરનાર ગુજરાત બીજું રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડ પછી હવે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. કુલ ચાર ભાગમાં UCC બિલ તૈયાર કરવામાં આવ્યું છે. UCC લાગુ કરનારૂ દેશનું બીજું રાજ્ય ગુજરાત બનશે.

હવે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી ફરજિયાત રહેશે. તેમજ UCC ના અમલ પહેલાના લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. UCCના અમલ પહેલાના લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવશે.

UCC બિલમાં લગ્ન, વારસાગત તેમજ અન્ય મુદ્દાઓ માટે સમાન નિયમો લાગુ થશે. તેમજ મહિલાઓ છેલ્લા કેટલાય સમયથી રાહ જોતી હતી. આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. UCC કોઈ એક ધર્મ માટે નહી પરંતું સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. તેમજ વડાપ્રધાનના વિઝન મુજબ UCC અમલમાં મુકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય હશે. તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પક્ષોના ધારાસભ્યો તેઓના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખી બિલને સમર્થન આપશે.

તેમજ 18 માર્ચના રોજ કેબિનેટમાં UCC બિલના ડ્રાફ્ટમાં કાયદાઓને પારદર્શક બનાવવા માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. હવે રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત કરાવવીની રહેશે. તેમજ જે લગ્ન નોંધણી ન હોય તો લગ્ન અમાન્ય ગણાશે. તેમજ નોંધણી ન કરાવનારના રૂા. 10-25 હજારનો દંડ પણ ભરવો પડી શકે છે. UCC ના અમલ પહેલા લગ્ન માટેની નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button