GUJARAT

રાજ્ય સરકારે ફરી સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, પુરવઠા બાબતે જનતાને કોઈ મુશ્કેલી નહીં પડે

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે ગુજરાત સરકારે ફરી એકવાર નિવેદન જાહેર કર્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની તંગી નથી.

નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દૂર રહે અને જરૂર હોય ત્યારે જ ઈંધણ ભરાવવા જાય. પુરવઠા બાબતે જનતાને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપતા મંત્રીએ અફવા ફેલાવનારા તત્વોથી સાવચેત રહેવા જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button