Top In Ahmedabad

અમદાવાદમાં શ્રી મહાશક્તિ સેવા સમિતિ ટ્રસ્ટ & RGS STUDIOS AND FILMS દ્વારા મેગા ધૂમર મહોત્સવ 2026 નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું

રાજસ્થાન દિવસને રાજસ્થાનના સ્થાપના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે 30 માર્ચના રોજ રાજસ્થાન દિવસ ઉજવવામાં આવે છે. 30 માર્ચ, 1949ના રોજ, જોધપુર, જયપુર, જેસલમેર અને બિકાનેરના રજવાડાઓને ‘બૃહદ રાજસ્થાન રાજ્ય’ બનાવવા માટે વિલીન કરવામાં આવ્યા હતા. રાજસ્થાન દિવસના રોજ રાજ્યના નાગરિકોની બહાદુરી, પ્રબળ ઈચ્છાશક્તિ અને બલિદાનને સલામ કરવામાં આવે છે. રાજસ્થાન લોકકલા, સમૃદ્ધ સંસ્કૃતિ, મહેલો, ભોજન મામલે આગવી ઓળખ ધરાવે છે.

રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ માં સંસ્કૃતિ, પરંપરા અને માતૃશક્તિને સમર્પિત એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન શ્રી મહાશક્તિ સેવા સમિતિ ટ્રસ્ટ & RGS STUDIOS AND FILMS દ્વારા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાન ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ અને હરિયાણાના પ્રભારી સતીશ પુનિયા, મંત્રી પ્રવીણ માલી અને,મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ અને પક્ષના નેતાઓ ખાસ મહેમાનો તરીકે હાજર રહ્યાં હતા. તેમની સાથે માહિક ભાઈ આહીર, જાહલબેન આહીર, અશોક શર્માજી, દેવાંગભાઈ દાણી, દિનેશ શર્મા, અરવિંદ વેગડા, દેવાંગ ભટ્ટ, ધર્મેન્દ્ર અરોડા સહીત અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યાં હતા.

મહાશક્તિ ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટના ઉપપ્રમુખ અને કાર્યક્રમના નિર્દેશક કલ્પના સિસોદિયાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે સમૂહ ઘૂમર નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જેમાં 350 થી વધુ મહિલાઓ હાજર રહેશે. 18 વર્ષથી ઓછી ઉંમરની લગભગ 100 છોકરીઓ પરંપરાગત તલવારબાજી (બહાદુરીનું પ્રદર્શન) રજૂ કરી.. સાંજના સત્રમાં ગરબા પ્રદર્શન અને રાજસ્થાની લોકનૃત્ય “ગેર” પણ રજૂ કરવામાં આવ્યા .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button