World

ઈરાનને મોટો ઝટકો : US-ઇઝરાયલ હુમલામાં IRGC ગુપ્તચર વડાનું મોત

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ઈરાનને મોટો ફટકો પડ્યો છે. ઈરાનની સૈનિક શક્તિનો મહત્વનો ભાગ માનવામાં આવતી Islamic Revolutionary Guard Corps (IRGC) ના ગુપ્તચર વિભાગના વડા મેજર જનરલ માજિદ ખાદેમી એક હુમલામાં મોતને ભેટ્યા છે. આ હુમલો અમેરિકા અને ઇઝરાયલ તરફથી કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે, જેને ઈરાને પણ સ્વીકારી છે.

મહત્વનું છે કે, IRGC દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, 6 એપ્રિલની સવારે થયેલા આ હુમલામાં ખાદેમી માર્યા ગયા. સંસ્થા દ્વારા આ હુમલાને “આતંકવાદી કાર્યવાહી”તરીકે ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન Israel Katzએ પણ દાવો કર્યો છે કે, આ કાર્યવાહી ઇઝરાયલ દ્વારા કરવામાં આવી હતી.

માજિદ ખાદેમી તાજેતરમાં જ આ મહત્વના પદ પર નિમાયા હતા. અગાઉના ગુપ્તચર વડા અને તેમના સાથી અધિકારીઓના મૃત્યુ બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ ઈરાનના સંરક્ષણ મંત્રાલયમાં પણ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હતા અને ઉચ્ચ નેતૃત્વના વિશ્વાસુ માનવામાં આવતા હતા.આ ઘટનાએ ઈરાનની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સાથે જ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને વધુ ઉગ્ર બનાવવાની શક્યતા પણ વધી છે.આ તરફ, યુદ્ધ વચ્ચે શાંતિની વાતો પણ આગળ આવી રહી છે. અહેવાલો મુજબ અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ માટે એક પ્રસ્તાવ તૈયાર થયો છે. જો બંને પક્ષો તેમાં સહમત થાય, તો આગામી 15 થી 20 દિવસમાં તાત્કાલિક શાંતિ સ્થાપિત થઈ શકે છે. આ પ્રસ્તાવમાં ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને વિસ્તારમાં હુમલાઓ બંધ કરવાની વાત સમાવાઈ છે. પરંતુ ઈરાન તરફથી આ પ્રસ્તાવ પર સંપૂર્ણ સમર્થન મળ્યું નથી. તેહરાનનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો મુદ્દો હાલના યુદ્ધવિરામમાં સામેલ નહીં થાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button