અમદાવાદના નિકોલમાં શોરુમમાંથી ચોરી કરનારી સેલ્સ ગર્લ ઝડપાઈ, તપાસમાં મોટો ઘટસ્ફોટ


અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં કરોડોના દાગીનાની ચોરીના કેસમાં ફરાર થયેલી સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી છે. દુકાનના સીસીટીવી ફૂટેજમાં હર્ષિદા શેટ્ટી દાગીનાની ચોરી કરતી સ્પષ્ટ દેખાઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘટનાના બાદ આરોપી ફરાર થઈ ગઈ હતી, પરંતુ નિકોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કામગીરીથી તેને ઝડપી લેવામાં સફળતા મળી છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને ચોરી કરાયેલા દાગીનાં અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નિકોલ વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાંથી અંદાજે ₹1.66 કરોડના દાગીના ચોરી કરી ફરાર થયેલી સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી. અનેક સીસીટીવી ફૂટેજની તપાસ, ટેક્નિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સની મદદથી આરોપીની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. લાંબી મથામણ બાદ ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદા શેટ્ટીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર દાગીના ચોરી યુવતી તેના પ્રેમી સાથે દિલ્હી અને ઋષિકેશમાં ફરતી હતી. તેમજ તેનો પ્રેમી અમદાવાદમાં પ્રિન્ટિંગ મશીનનું કામ કરે છે.નિકોલ વિસ્તારમાં બનેલી દાગીનાની ચોરીના કેસમાં પોલીસે સેલ્સ ગર્લ હર્ષિદાની ધરપકડ કર્યા બાદ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમગ્ર કાવતરામાં હર્ષિદાનો પ્રેમી પણ સંડોવાયેલો હતો. નિકોલ પોલીસે યુવતીના પ્રેમીને પણ કસ્ટડીમાં લઈ સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓએ પૂર્વ આયોજન હેઠળ દાગીના સગેવગે કર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે ચોરી કરાયેલા દાગીના પરત મેળવવા માટે અલગ-અલગ સ્થળોએ તપાસ અને કાર્યવાહી તેજ કરી છે.




