અમદાવાદમાં સ્કૂલ, કોર્ટ સહિત દિલજીત દોસાંઝના કાર્યક્રમ વખતે મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી


અમદાવાદમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈમેલ મોકલાતા ખળભળાટ મચીગયો છે. આ વખતે 10 જેટલી સ્કૂલો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા દિલજીત દોસાંઝના કાર્યક્રમમાં જ બોમ્બ બ્લાસટ કરવાની ધમકી આપવામાં આવી છે.
ખાસ કરીને વેજલપુરની ઝાયડસ, સેટેલાઈટની બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, છારોડીની એસજીવીપી તથા સંત કબીર અને ડ્રાઈવ ઈન રોડ પર આવેલી એશિયા સ્કૂલ સહિત વિવિધ 10 જેટલી સ્કૂલ તેમજ હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તથા દિલજીત દોસાંજના કાર્યક્રમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં જ ઝાયડસ સ્કૂલ દ્વારા વાલીઓને જાણ કરીને તેમના બાળકોને છોડી મૂકવામાં આવ્યા હતા. આ રીતે જ અન્ય સ્કૂલોમાં પણ વાલીઓને જાણ કરીને બાળકોને લઈ જવા કહી દેવામાં આવ્યુ હતું. આ પહેલા પણ અનેક સ્કૂલો અને ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી ચૂકી છે.
જોકે આ વખતે ખાલિસ્તાનીઓના નામે મળેલી ધમકીઓમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટ વખતે જ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે. તેની સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
DEO અધિકારી તરફથી પણ જણાવવામાં આવ્યું હતું કે તમામ સ્કૂલોને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરી દેવા અને સ્કૂલમાં પેનિક ન ફેલાય તે રીતે વિદ્યાર્થીઓને ઘરે રવાના કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.
ઈ-મેઈલમાં ગાયક દિલજીત દોસાંઝ (Daljit Dosanjh) ના આગામી કોન્સર્ટ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અન્ય સ્ટેડિયમને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે, જેમાં 1 નવેમ્બરે દિલ્હીના જે.એલ.એન. સ્ટેડિયમ (JLN Stadium) અને 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Modi Stadium) ખાતે ધમકી આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની શાળાઓ અને અન્ય સ્થળોને પણ નિશાન બનાવવાની ધમકીનો ઉલ્લેખ છે.
આ ધમકી ‘ખાલિસ્તાન નેશનલ આર્મી – બબ્બર ખાલસા’ (Khalistan National Army – Babbar Khalsa (Parmar-Canada)) ના નામે આપવામાં આવી છે. મેઈલના અંતે તેના સભ્યો તરીકે કેટલાક નામ દર્શાવવામાં આવ્યા છે:
એન્જિનિયર ગુરનખ સિંહ (રુકાન શાહવાલા)
ડૉ. ગુરનિરવૈર સિંહ (ખાન રાજદા)
પ્રોફેસર ગુરકાળ સિંહ, પી.એચ.ડી. (ખેમ કરણ)
પ્રોફેસર ગુરંગાર સિંહ (જંડિયાલા ગુરુ)




