GUJARAT

જી. એસ. મલિક ગુજરાતના નવા DGP, ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત

ગુજરાતના નવા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે G. S. Malikની કાયમી નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં 1 જાન્યુઆરીથી K. L. N. Rao ઇન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

લગભગ પાંચ મહિના સુધી ચાર્જ સંભાળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કાયમી ડીજીપી તરીકે જી. એસ. મલિકની પસંદગી કરવામાં આવી છે. 1993 બેચના આઈપીએસ અધિકારી જી. એસ. મલિક રાજ્ય પોલીસ દળના સર્વોચ્ચ પદની જવાબદારી સંભાળશે. હવે અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવે તે જોવું રહ્યું.

ગૃહ વિભાગના નોટિફિકેશન મુજબ, 1993 બેચના વરિષ્ઠ આઇપીએસ (IPS) અધિકારી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકની આ ખાલી પડેલી કેડર પોસ્ટ પર તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં ઇનચાર્જ રાજ્ય પોલીસ વડા તરીકે સેવા આપતા કે.એલ.એન. રાવ ટૂંક સમયમાં નિવૃત્ત થઈ રહ્યા હોવાથી, આ મહત્વપૂર્ણ બદલી અને બઢતી સાથે હવે ગુજરાતને કાયમી અને પૂર્ણકાલીન DGP મળ્યા છે.

1993ની બેચના સિનિયર IPS અધિકારી જી. એસ. મલિક પોતાના 32 વર્ષના લાંબા અને પ્રશંસનીય કાર્યકાળમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદના સફળ પોલીસ કમિશનર તરીકેની સરાહનીય કામગીરી બાદ, હવે તેઓ આખા રાજ્યના પોલીસ તંત્રની કમાન સંભાળશે. મલિક સાહેબની આ બઢતીને પગલે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button