Entertainment

બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર જીવલેણ હુમલો, પટના AIIMSમાં સારવાર ચાલું

બિહારના ગોપાલગંજમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર કેટલાક અસમાજિક તત્વોએ ધારદાર હથિયારથી હુમલો થયો કર્યો હતો. આ હુમલામાં બિજેન્દ્ર નાથ તિવારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાથી ડોક્ટરોએ તેમને વધુ સારવાર માટે પટના AIIMSમાં રિફર કર્યા છે. બિજેન્દ્ર નાથ તિવારી પર હુમલાની આ ઘટનાથી આખા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

આ ઘટના ગોપાલગંજ જિલ્લાના માધોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામમાં બની છે. મળતી માહિતી મુજબ, આ હુમલાનું કારણ જૂની અદાવત છે. હુમલા પછી આખા વિસ્તારમાં તણાવનો માહોલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે કેટલાક આરોપીઓની ઓળખ પણ કરી લીધી છે અને તેમની ધરપકડ માટે ટીમો બનાવવામાં આવી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો અનેક ઠેકાણે દરોડા પાડી રહી છે. તો હુમલામાં પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

હાલમાં હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બિજેન્દ્ર નાથ તિવારીની પટના AIIMSમાં સારવાર ચાલી રહી છે. પોલીસ આખા મામલાની તપાસમાં લાગેલી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button