GUJARAT

મોનસૂનનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે આગામી 10 જુલાઇ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાને જોતા આ વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે. મોનસૂન સિસ્ટમ આગળ લધતાં 13 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતને આવરી લે તેવો અનુમાન વ્યક્ત કર્યું છે. આ સમય દરમિયાન ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે છે. આજે ગુજરાત રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે અમદાવાદ, સુરેંદ્રનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો કચ્છ, મોરબી, જામનગર, જૂનાગઢ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ. અપાયું છે તો 17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના રાજ્યો ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરાયું છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુના અનેક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે કટરા-સાંઝીછત હેલિકોપ્ટર સેવા સતત પ્રભાવિત રહી છે. રાજ્યમાં 5 અને 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button