7 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે હાઇ-ટેક VFX થી સજ્જ એડવેન્ચર ગુજરાતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’


7 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે હાઇ-ટેક VFX થી સજ્જ એડવેન્ચર ગુજરાતી ફિલ્મ ‘ગેટ સેટ ગો’
• બોલીવુડના જાણીતા અભિનેતા દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં
અમદાવાદ, ગુજરાત: વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર એડવેન્ચર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ (Get Set Go) નું સસ્પેન્સ અને રોમાંચથી ભરપૂર ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. અગાઉ ફિલ્મનું ટીઝર દર્શકોમાં ભારે કુતૂહલ જગાવી ચૂક્યું છે, ત્યારે હવે આ પાવર-પેક્ડ ટ્રેલરે આગામી 7મી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મ પ્રત્યે દર્શકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. પાવરફુલ ડાયલોગ્સ અને હાઇ-વોલ્ટેજ એક્શન સિક્વન્સ સાથેનું આ ટ્રેલર ગુજરાતી સિનેમામાં એક નવો જ માહોલ ઊભો કરી રહ્યું છે.
આ એડવેન્ચર ડ્રામાની સૌથી મોટી ખાસિયત તેની વિશાળ સ્ટારકાસ્ટ છે, જેમાં બોલીવુડના જાણીતા અભિનેતા દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે ગુજરાતી સિનેમાના જાણીતા કલાકારો ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે), રોનક કામદાર, સંવેદના સુવાલ્કા, ભવ્ય ગાંધી, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી જેવા કલાકારો મોટા પડદા પર એકસાથે ધમાલ મચાવતા નજરે પડશે. ‘ગેટ સેટ ગો’ ની વાર્તા માત્ર સાઇકલિંગ પૂરતી સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સાહસ, ઇમોશન અને ન્યાય માટે લડાતી એક ઉર્જાસભર સફર રજૂ કરે છે.
ટેકનિકલ દ્રષ્ટિએ આ ફિલ્મ ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તર પર લઈ જવા સંપૂર્ણ તૈયાર છે. ફિલ્મમાં અદભુત સુપર VFX અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરીને સાઇકલ સ્ટન્ટ્સ તથા હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સને અત્યંત સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યો દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ બની રહેશે. આ એક્શન-પેક્ડ વિઝ્યુઅલ રાઈડનો અદ્ભુત અનુભવ કરવા માટે દર્શકો આગામી 7મી ઓગસ્ટે નજીકના સિનેમાઘરોની મુલાકાત લઈ શકે છે.




