GUJARAT

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેર પહોંચ્યા છે. આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ માટે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાના હેતુથી તેઓ આ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે પહોંચ્યા છે.

સાન ફ્રાન્સિસ્કો આગમન પર ત્યાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તથા આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એનઆરઆઈ (NRI) ગુજરાતીઓમાં મુખ્યમંત્રીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમેરિકાની ધરતી પર મળેલા આ અદ્ભુત પ્રેમ અને સ્વાગત બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતી સમુદાયનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં પણ પોતાની માતૃભૂમિ પ્રત્યે આટલો પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ તેઓ એનઆરઆઈ સમુદાયના આભારી છે.

નોંધનિય છે કે,. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે વહેલી સવારે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થયા હતા. આગામી Vibrant Gujarat Global Summit 2027ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પ્રવાસ દરમિયાન તેઓ વિદેશી રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે અને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે.

મુખ્યમંત્રીના પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ Vibrant Gujarat Global Summit 2027 માટે આંતરરાષ્ટ્રીય રોકાણ અને ભાગીદારી વધારવાનો છે. અમેરિકા અને કેનેડામાં રોડ શો, ઉદ્યોગપતિઓ સાથે બેઠક તેમજ રોકાણકારો સાથે સીધી ચર્ચા થવાની છે. આ દરમિયાન ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા, રોકાણ માટેની નીતિઓ અને બિઝનેસ માટેના અનુકૂળ વાતાવરણ અંગે રજૂઆત કરવામાં આવશે. Vibrant Gujarat Global Summitની શરૂઆત 2003માં થઈ હતી અને છેલ્લા બે દાયકામાં તે વૈશ્વિક બિઝનેસ નેટવર્કિંગ, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના મહત્વપૂર્ણ મંચ તરીકે વિકસ્યું છે.

વિદેશી રોકાણકારો સમક્ષ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો રજૂ કરવામાં આવી શકે છે. તેમાં સેમિકન્ડક્ટર, ફાર્મા, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ઓટોમોબાઇલ, EV, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ટેક્નોલોજી, AI/ML, ફિનટેક અને ટેક્સટાઇલ્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. Vibrant Gujaratના સત્તાવાર પ્લેટફોર્મ પર પણ આ ક્ષેત્રોને મહત્વ આપવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button