Top In Ahmedabad

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B 3ની ત્રણ ક્લબ આર્ટીસન, મંગલમ અને સરસપુર સાથે સાથે લિયો ક્લબ ઓફ આર્ટીસન ના પ્રમુખ, મંત્રી, ખજાનચી તથા અન્ય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ની શપથવિધિ દરેક કલબ ના સભ્યોની હાજરીમાં ભવ્ય રીતે કરાવવામાં આવી

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B 3ની ત્રણ ક્લબ આર્ટીસન, મંગલમ અને સરસપુર સાથે સાથે લિયો ક્લબ ઓફ આર્ટીસન ના પ્રમુખ, મંત્રી, ખજાનચી તથા અન્ય બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ની શપથવિધિ અલિનિયા બેન્કવેટ ખાતે પાસ્ટ ડિસ્ટ્રિક ગવર્નર લાયન હરીશ ત્રિવેદી દ્વારા લાયન્સ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ, લાયન્સ કેબિનેટ ઓફિસર્સ તથા દરેક કલબ ના સભ્યોની હાજરીમાં ભવ્ય રીતે કરાવવામાં આવી.


આ પ્રસંગે લાયન રૂપાબેન શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા.

અમદાવાદ આર્ટીસન ક્લબના દસમા પ્રમુખ તરીકે લાયન શબીર ઘાંચી તથા મંત્રી લાયન યોગેશ અગ્રવાલ વર્ષ ૨૬-૨૭ માટે શપથ લઇ આવનારી સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતી આપી આખું વર્ષ સેવાનો સંકલ્પ એ જ લાયન્સ નું મુખ્ય ધ્યેય છે.


મંગલમ અને સરસપુર ક્લબના નવા પ્રમુખ દર્શના બેન કોટીયા અને બિપિનચંદ્ર બારોટ સાથે મંત્રી ઉમેશ કોટીયા અને શિવલાલ વાળા આ પ્રસંગે પોતાના વક્તવ્યમાં વર્ષ દરમિયાન થનારી સેવાકીય પ્રવૃત્તિ ની માહિતી આપી.

આ વર્ષે આ બધી ચાર ક્લબ લાયન્સ ઇન્ટરનેશનલ ના મુખ્ય સેવાના કાર્ય જેમ કે ભૂખ્યાને ભોજન, રક્તદાન કેમ્પ, મોતિયાના ઓપરેશન, ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, ચાઈલ્ડ હુડ કેન્સર, એન્વાયરમેન્ટ અને લાયન્સ ક્વેસ્ટ વગેરે પ્રવૃત્તિમાં શક્ય એટલા સેવાના કાર્યો કરશે.


સાથે સાથે ડિસ્ટ્રિક્ટ 3232 બી 3 ના સોપાયેલા કાર્યો જેમ કે નશા મુક્તિ અભિયાન અંતર્ગત શાળા કોલેજોમાં જાગૃતિ અભિયાન, રાહવીર યોજના, આત્મનિર્ભર યોજના, રોડ અને ટ્રાફિક સેફટી, સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે શક્ય એટલા લોકો સુધી વધારે પહોંચી સેવાના કાર્ય કરવા લાયન્સ સભ્યો અને ક્લબના પ્રમુખ મંત્રી પ્રયત્ન કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button