Sports

Asian Games 2026: એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યો ગોલ્ડ

ભારતે એશિયન ગેમ્સની પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં તેમણે પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 33 રનની જરૂર હતી, પરંતુ શિવમ દુબેએ માત્ર 13 રન જ આપ્યા. તેણે એક વિકેટ પણ ઝડપી હતી.

ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 19 રનથી હરાવીને એશિયન ગેમ્સમાં સતત બીજી વખત પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ભારતે 20 ઓવરમાં 6 વિકેટના ભોગે 211 રન બનાવ્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 192 રન જ બનાવી શકી. પાકિસ્તાન તરફથી હસન નવાઝ 96 રન સાથે સર્વાધિક સ્કોરર રહ્યો, જ્યારે અયુબે 29 રનની ઇનિંગ્સ રમી. ભારત તરફથી અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે બે-બે વિકેટ ઝડપી.

આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. હવે, પુરુષ ટીમે પણ પાકિસ્તાનને 19 રનથી હરાવીને શાનદાર પ્રદર્શન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ક્રિકેટના બંને સુવર્ણ ચંદ્રક ફરી એકવાર ભારતને મળ્યા છે. આ સાથે એશિયન ગેમ્સમાં ભારતનો કુલ સુવર્ણ ચંદ્રકોનો આંકડો 19 અને કુલ ચંદ્રકોની સંખ્યા 81 પર પહોંચી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button