મોટો ધડાકો! અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં ધરખમ વધારો


મા જગદંબાની આરાધનાના નવ દિવસ એટલે નોરતા. જોકે સમય બદલાતા તહેવારોની ઉજવણીની રીત પણ બદલાઈ રહી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જોતા જણાઈ રહ્યું છે કે નવરાત્રી અને તેની નજીકના દિવસોમાં ગર્ભપાતની દવાઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલના જણાવ્યા મુજબ દર વર્ષે સામાન્ય દિવસોમાં કોન્ટ્રાસેપ્ટીક પીલ્સના વેચાણની સરખામણીએ નવરાત્રી દરમિયાન વેચાણમાં એકાએક વધારો થઇ જાય છે.
છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વધારો 15-25 ટકા છે. આ આંકડો જોતા અમે અમદાવાદની મેડિકલ સ્ટોરમાં રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેક દરમિયાન આશ્ચર્યજનક વાત તો એ છે કે આવી દવાઓના વેચાણ માટે ડોક્ટરના પ્રિસ્ક્રીપશનની કોઈ જરૂર હોતી નથી. સરકારે આવી દવાઓ ઓવર ઘી કાઉન્ટર સેલ અંતર્ગત રાખી છે. એટલે કે આવી કેમિસ્ટ આ દવાઓ પ્રિસ્ક્રીપશન વીના પણ વેચી શકે છે. જેમાં દવા ઉપર ક્યાય શિડ્યુઅલ H નથી લખ્યું. (શિડ્યુઅલ H એટલે એવી દવાઓ જે માત્ર રજીસ્ટર્ડ પ્રેકટીશરના પ્રિસ્ક્રીપશન સાથે જ વેચી શકાય).
બીજી તરફ બજારમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું એ આ સમયે માલા D, ઓરલ L જેવી દવાઓ પણ લેવામાં આવી રહી છે. આ દવાઓ 21 દિવસની હોય છે. જે રોજ એક લેવાથી પણ પ્રેગ્નેન્સી રહેતી નથી. આવી દવાઓનું વેચાણ પણ નોરતા સમયે વધવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે આવી દવાઓ શિડ્યુઅલ H માં હોવા છતાં ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વિના વેચાઈ રહી છે.
સિવિલ હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ મહિમા જૈનના જણાવ્યા અનુસાર ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વિના કોઈ પણ કોન્ટ્રાસેપ્ટીક પીલ્સ લેવી જોખમકારક છે. આવી દવાઓ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી બની જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, કોન્ટ્રાસેપ્ટીક પીલ્સ લેવાના ટૂંકા અને લાંબા ગાળાની સમસ્યાઓ થાય છે. ટૂંકા ગાળાના નુકશાનની વાત કરીએ તો મહિલાઓને ચક્કર આવવા, ઉલ્ટી ઉબકા આવવા વગેરે જેવી સમસ્યા થાય છે, જ્યારે લાંબા ગાળામાં મહિલાઓના પિરિયડ્સ સાયકલના થાય છે. જેમાં પિરિયડ્સ ઇરરેગ્યુલરિટી અથવા તો લાંબા સમય સુધી પિરિયડ્સ ચાલવા વગેરે સમસ્યાઓના સામનો કરવો પડે છે.




