Top In Ahmedabad

પડોશીના ત્રાસના 22 વર્ષીય યુવકનો આપઘાત

અમદાવાદના ગોમતીપુરમાં 22 વર્ષના છોકરાએ પડોશીના ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. જોકે, આ બનાવ ત્રણ મહીના પહેલા 18 જુલાઈના રોજ બન્યો હતો. પરંતુ પોલીસ સ્ટેશનમાં તેની FIR ઓક્ટોબર મહીનામાં કરવામાં આવી છે. ગોમતીપુરમાં આવેલી જુની કસ્તુરબાની ચાલીમાં રહેતા પ્રતિકભાઈ પટણીએ તેમના પડોશમાં રહેતા મોન્ટુ પટણીની વિરુદ્ધ પોતાના દિકરાને આત્મહત્યા કરવા માટે દબાણ કરતા હોવાની FIR નોંધાવી છે.

18 જુલાઈ 2026ના રોજ સવારના 10 વાગ્યાની આસપાસ કીરણનો પડોશમાં રહેતા મોન્ટુ સાથે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મોન્ટુએ બધાની વચ્ચે કીરણને બે ત્રણ લાફા મારી દીધા અને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમ મન ફાવે તેમ ગાળો પણ બોલી હતી અને મોન્ટુએ એવી ધમકી પણ આપી હતી કે, તું ભાડાનુ મકાન ખાલી કરી દે, તું મરી જા નહીંતર તને હું મારી નાખીશ. ઝઘડા દરમિયાન આસપાસના લોકો વચ્ચે પડતા ઝઘડો શાંત થઈ ગયો હતો અને કીરણને તેના પરીવારના લોકો ગોમતીપુરના ઘરેથી લઈને બાપુનગરમાં તેમના સંબંધીના ઘરે લઈ ગયા હતા. જોકે, ઝઘડો શાંત થયા ના બે કલાક બાદ પણ મોન્ટુએ કીરણને ફોન કરી ફરી ધમકી આપી કે, તું કેમ મરી જતો નથી. આ પ્રકારની વાત કીરણને મનમાં લાગી આવતા કીરણે એજ દિવસે એટલે કે 18 જુલાઈ 2026ના દિવસે બાપુનગર સ્થિતિ તેમના સંબંધીના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધી. સમગ્ર બનાવને લઈને હવે બનાવના ત્રણ મહીના બાદ ઓક્ટોબરમાં કીરણના પિતા પ્રતિકભાઈ પટણીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં મોન્ટુ પટણીની વિરુદ્ધમાં આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાની ફરીયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે મોન્ટુ સામે FIR દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button