GUJARAT

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B3 દ્વારા સ્કૂમ એજ્યુકેશન ડ્રાઇવ ઇન કેમ્પસ માં પીસ પોસ્ટર કોમ્પિટિશન માં 65 થી વધારે બાળકો અલગ અલગ શાળા માંથી આવી ભાગ લીધો

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B3 દ્વારા સ્કૂમ એજ્યુકેશન ડ્રાઇવ ઇન કેમ્પસ માં પીસ પોસ્ટર કોમ્પિટિશન માં 65 થી વધારે બાળકો અલગ અલગ શાળા માંથી આવી ભાગ લીધો આ વર્ષનું થીમ છે હારમોની ઈન હ્યુમિનિટી જે અંતર્ગત બાળકોએ સરસ મજાના ડ્રોઈંગ બનાવી કલર પુરી

બાળકોની પ્રતિભા બતાવી પહેલા ત્રણ વિજેતા ને ડીસ્ટ્રીક તરફથી ઈનામો અપાયા અને પહેલા વિજેતા નું ચિત્ર હવે લાયન્સ મલ્ટીપલ માં જશે.

સાથે સાથે આવા સુંદર ચિત્ર બનાવવા માટે બાળકને લાયન્સ ઇન્ટરનેશનલ માં પણ જવાની તક મળતી હોય છે. આ પ્રસંગે લાયન વંદના મહેતા ડિસ્ટ્રીક ચેર પર્સન આ કાર્ય નું ખુબ સુંદર રીતે આયોજન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા ડિસ્ટ્રીક ગવર્નર લાયન એલ કે વાઘેલા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા સાથે સાથે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન નરેન્દ્ર પટેલ તરફથી દરેક બાળકોને એક સુંદર મજાની ગિફ્ટ આપવામાં આવી.

લાયન્સ ડિસ્ટ્રિક્ટ ના અન્ય હોદ્દેદારો તથા લાયન્સ ક્લબના પ્રમુખ સેક્રેટરી પણ આ શુભ પ્રસંગે હાજર રહ્યા. સ્કૂમ સંકુલ નો પણ લાયન્સ સંસ્થા ખાસ આભાર માને છે. તથા નિર્ણાયક શ્રી ઓ નો વિશેષ આભાર કે જેઓએ યોગ્ય વિજેતાઓને પસંદ કર્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button