GUJARAT

સ્કૂલ ફી મામલે હવે નહિ ચાલે શાળાની મનમાની! ગુજરાતની 5,780 શાળાઓની ફી ઓનલાઈન જાહેર કરાઈ

સ્કૂલ ફી મામલે હવે શાળાઓની મનમાની નહિ ચાલે. સાથે જ હવે ખાનગી શાળાઓ ફી છુપાવી પણ નહિ શકે. કારણ કે, ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની ફી નક્કી કરાઈ છે, અને તે FRC ની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સ્કૂલ ફી મામલે FRC કડક બની છે. વધુ પ્રમાણમાં વસૂલાતી ફીને કારણે અને તેના પર અંકુશ મૂકવા માટે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની 5780 ખાનગી શાળાઓએ કેટલી ફી વસૂલવી તેની માહિતી FRCની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દેવાઈ છે. જેથી દરેક વાલી આ વેબસાઈટ થકી સ્કૂલ ફી ચેક કરી શકશે. 

આ વિશે અમદાવાદના ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું કે, FRC અમદાવાદ ઝોનલે 5800 થી વધુ શાળાઓને ફી મંજૂરી આપી છે. વાલીઓ ઓનલાઇન અને ડેસ્ક બોર્ડ ઉપર શાળાની FRC દ્વારા મંજુર કરેલી ફી જાણી શકાશે. ઘણી શાળાઓમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય તેવી શાળાઓએ ફી પરત અથવા એડજેસ્ટ કરી આપવી પડશે. શાળાઓએ FRC દ્વારા જાહેર કરવામાં આવેલા ઓર્ડરનું પાલન કરવું પડશે. જોકે કેટલીક શાળાઓ ફી ઘટાડાના આદેશ સામે અપીલ માટે જાય તેવી શક્યતા છે. 

આ વેબસાઈટ પર ચેક કરી શકાશે 


http://frcgujarat.org/ પરથી તમારી સ્કૂલનું નામ સર્ચ કરીને તેની ફીની વિગતો જાણી શકાય છે. 

હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button