Top In Ahmedabad
પરશુરામ પ્રીમિયર લીગ 2026 અંતર્ગત “બ્રહ્મસમાજ નાઈટ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટ”નું ફાઈનલનું ભવ્ય આયોજન


અમદાવાદ ખાતે મનનમ્ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસતા બ્રહ્મસમાજના યુવાનો માટે ભવ્ય “બ્રહ્મસમાજ નાઈટ ક્રિકેટ ટેનિસ ટુર્નામેન્ટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન એમ.કે. ફાર્મ, ભાડજ ખાતે કરવામાં આવ્યું છે અને ટુર્નામેન્ટનો પ્રારંભ તા. 28 મે 2026થી થયો..તા. ૩૧ મેં 2026 ના રોજ ભવ્ય ફાઈનલ સેરેમની અને મેચ યોજાઇ.
આ કાર્યક્રમમાં વેજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિતભાઈ ઠાકર, શ્રી ઉર્વેશભાઇ પંડ્યા , શ્રી સિદ્ધાથભાઈ દવે, શ્રી ચેતનભાઈ વ્યાસ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા…. વેજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે વાતચીતમાં જણાવ્યું કે મનનમ્ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આયોજિત આ પરશુરામ પિમિયર લીગ 2026 ના આયોજન કર્તા મનન ઠાકર,સૌ ખિલાડીઓ અને દરેક ટીમોને અભિનંદન પાઠવ્યા




