Top In Ahmedabad

 અમદાવાદમાં DPS બોપલ-ઉદગમ-ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ

અમદાવાદમાં ફરી બોમ્બ ધમકીનું ભૂત ધૂણ્યું છે. વેજલપુરની ઝાયડસ સ્કૂલ અને બોપલની DPS સ્કૂલ અને થલજેતની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો છે. ધમકી મળતાં જ બોમ્બ સ્ક્વોર્ડ અને ફાયરની ટીમ પણ ઝાયડસ સ્કૂલ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.

ઝાયડસ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવાઈ હતી. ધમકી બાદ વાલીઓમાં પણ બાળકોને સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી હતી અને દોડધામ મચાવી દીધી હતી. મેસેજ મળતાં જ વાલીઓ પોતપોતાના બાળકોને લેવા દોડ્યાં હતા.સ્કૂલના આઈડી પર ઈમેઈલ આવ્યો હતો. સમાચાર મળતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી દીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button