ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ


સપનાં, સંકલ્પ અને ઉદ્યોગસાહસિકતાની પ્રેરણાદાયી કહાની રજૂ કરતી ગુજરાતી ફિલ્મજગતમાં નવી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ‘કંઈક તો કર’ (Kaik To Kar) પ્રેક્ષકો સમક્ષ રજૂ થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પૂર્વે 22 ઑક્ટોબર એટલે કે આજે, અમદાવાદમાં આ ફિલ્મની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘કંઈક તો કર’ એક ગુજરાતી ફીચર ફિલ્મ છે, જે સપનાં જોવાની હિંમત, દૃઢ નિશ્ચય અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને કેન્દ્રમાં રાખે છે. ફિલ્મના શીર્ષકમાં જ જીવનમાં કંઈક કરી બતાવવાની પ્રેરણા સમાયેલી છે. ફિલ્મની વાર્તા અને તેની પાછળના વિચારો દ્વારા પ્રેક્ષકો સુધી પ્રેરણાદાયી સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ફિલ્મની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મની ટીમ ફિલ્મની પ્રેરણા, નિર્માણયાત્રા અને તેના વિઝન વિશે મીડિયા સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પત્રકારો, મીડિયા પ્રતિનિધિઓ અને ફિલ્મજગત સાથે જોડાયેલા મહાનુભાવોને ઉપસ્થિત રહ્યા હતા.

પ્રેસ કોન્ફરન્સનું આયોજન 22 ઑક્ટોબર, ગુરુવારના રોજ સાંજે 5:30 વાગ્યે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા લા સેલિબ્રેશન રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ ખાતે કરવામાં આવ્યું હતું. ફિલ્મની ટીમને આશા છે કે ‘કંઈક તો કર’ પ્રેક્ષકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવાની સાથે તેમને પોતાના સપનાં સાકાર કરવા માટે પ્રેરિત કરશે. ફિલ્મ 30 ઑક્ટોબરથી સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.
આ ફિલ્મનું દિગ્દર્શન ભગવાન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું છે. ફેમિલી ડ્રામા શૈલીની આ ફિલ્મમાં વિરાજ વાઘેલા, શ્વેતા સેન, મમતા સોની, મકરંદ શુક્લા, આકાશ ઝાલા, જાવેદ બ્લોચ, ગૌરાંગ જેડી અને વિશાલ વૈષ્ણવ સહિતના કલાકારો જોવા મળશે.
ફિલ્મના શીર્ષક ‘કંઈક તો કર’માં જ જીવનમાં આગળ વધવા, પડકારોનો સામનો કરવા અને પરિસ્થિતિઓ સામે હિંમતપૂર્વક ઊભા રહેવાનો સંદેશ વ્યક્ત થાય છે. ફિલ્મની વાર્તા અને પાત્રો દ્વારા પ્રેક્ષકોને પારિવારિક સંબંધો, જીવનની વાસ્તવિકતાઓ અને લાગણીઓ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગુજરાતી ભાષા અને સંસ્કૃતિની સાથે મનોરંજનને જોડતી આ ફિલ્મ પ્રેક્ષકોને કેટલી પસંદ પડે છે તે જોવું રસપ્રદ રહેશે.




