Top In Ahmedabad

ગત વર્ષની સરખામણીએ AMCએ વધાર્યો ફ્લાવર શો ટિકિટનો ચાર્જ, જાણો નવા દર

અમદાવાદમાં યોજાતા ફ્લાવર શોની ટિકિટમાં આ વર્ષે પણ વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. શનિવાર અને રવિવારે ફ્લાવર શો નિહાળવા માગતા લોકોએ 100 રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શો મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે.

અમદાવાદમાં સાબરમતી કિનારે જાન્યુઆરી મહિનામાં ફ્લાવર શોનો પ્રારંભ થશે. ગત વર્ષ કરતા ફ્લાવર શોની ટિકિટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. ગત વર્ષે 12 વર્ષથી મોટા વ્યક્તિ માટે 70 રૂપિયા ભાવ નક્કી કરાયો હતો. આ વર્ષે 12 વર્ષથી મોટા વ્યક્તિએ 80 રૂપિયા ચૂકવવા પડશે.

અમદાવાદમાં જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં ફલાવર શો 2026 શરૂ થશે. સવારે 8થી 9 અને રાત્રે 10થી 11નો સમય પ્રાઈમ ટાઈમ રાખવામાં આવ્યો છે. પ્રાઈમ ટાઈમના સમયે ફ્લાવર શો માટે 500 રૂપિયા ટિકિટ નક્કી કરવામાં આવી છે. જો કે ફ્લાવર શો એએમસી સંચાલિત સ્કૂલના બાળકો વિનામૂલ્યે નિહાળી શકશે. જ્યારે અન્ય સ્કૂલના બાળકો માટે 10 રૂપિયા ટિકિટ નક્કી કરવામાં આવી છે. આ વર્ષના ફલાવર શો 2026 માં ખર્ચ 17 થી 18 કરોડ આસપાસ પહોંચશે.

ફ્લાવર શોને લઇ એએમસી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રિવરફ્રન્ટના પશ્ચિમ કિનારે ઈવેન્ટ સેન્ટરથી ફ્લાવર ગાર્ડન સુધીના વિસ્તારમાં આયોજન કરાયું છે. 8 કરોડ જેટલી રકમ ફક્ત જુદા જુદા સ્કલ્પ્ચર માટે ખર્ચાશે. ભારત એક ગાથા થીમ પર ફલાવર શો 2026 નું આયોજન કરાયું છે. જેમાં પૌરાણિકતાથી આધુનિકતા સુધીના સમયને ફૂલોના વિવિધ સ્કલ્પ્ચર થકી પ્રદર્શિત કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button