અમેરિકાએ વેનેઝુએલા પર કર્યો મોટો હુમલો, રક્ષામંત્રીનું ઘર અને મિલિટ્રી બેઝને કરાયા ટાર્ગેટ


વેનેઝુએલાના પાટનગર કારાકાસમાં એક બાદ એક સાત ધડાકા થતાં હડકંપ મચ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ધુમાડો જોવા મળ્યો. કારાકાસના મોટા સૈન્ય બેઝની આસપાસ વીજળીની સપ્લાય પણ બંધ થઈ ગઈ છે. સ્થાનિકોનો દાવો છે કે તેમણે વિસ્ફોટ સમયે લડાકૂ વિમાન ઊડતાં જોયા હતા. જોકે હજુ સુધી આ વિસ્ફોટ કોઈ હુમલો છે કે પછી અન્ય કોઈ કારણોથી વિસ્ફોટ થયા છે તેની પુષ્ટિ થઈ શકી નથી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો છે. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક મુખ્ય લશ્કરી મથક પર હુમલો કર્યો છે. કારાકાસમાં નૌકાદળના મથક પર હુમલો કરવામાં આવ્યો છે. પેન્ટાગોને નૌકાદળના મથકને નિશાન બનાવ્યું હતું. શનિવારે સવારે લગભગ 2 વાગ્યે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં ઓછામાં ઓછા સાત વિસ્ફોટો સંભળાયા હતા. શહેર ઉપર ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
નોંધનીય છે કે છેલ્લા થોડા સમયથી અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર નવાર વેનેઝુએલાના પ્રમુખ માદુરોને સીધી ધમકી આપી ચૂક્યા છે. આટલું જ નહીં બંને દેશોએ સેનાઓ પણ ઍલર્ટ મોડમાં રાખી હતી. અમેરિકાએ હાલના દિવસોમાં વેનેઝુએલાના ઓઈલના જહાજો પર પણ હુમલો કર્યો હતો. અમેરિકાનો આરોપ છે કે વેનેઝુએલા ડ્રગ્સની હેરફેરમાં સામેલ છે.
આ મામલે હજુ સુધી અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.




