GUJARAT

7–8 માર્ચે કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬

ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવ્યું.

આ એવોર્ડ્સનું આયોજન AR9 Holidays Pvt. Ltd. દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઈટ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઈટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ, ધોરાડો (White Rann of Kutch) ખાતે કરવામાં આવશે.

ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ અંતર્ગત કલા, સંસ્કૃતિ, ક્રિએટર્સ, ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓ ને 40થી વધુ કેટેગરીઓમાં સન્માનિત કરવામાં આવશે. તમામ કેટેગરીઓમાં વિજેતાઓની પસંદગી સ્વતંત્ર રીતે અને નિષ્પક્ષ જ્યુરી દ્વારા કરવામાં આવશે, જે આ એવોર્ડ્સની વિશ્વસનીયતા અને પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સ નું સંચાલન અને માર્ગદર્શન શ્રી હેતલ ઠક્કર, શ્રી જીગર ચૌહાણ અને શ્રી વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ને માત્ર એક એવોર્ડ ફંક્શન નહીં પરંતુ ગુજરાતી ઓળખ, ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિનું મંચ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

આ એવોર્ડ્સના આયોજન અંગે AR9 Holidays Pvt. Ltd.  ના ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક શ્રી અરવિંદ રૂપાલિયાએ પોતાના વિશેષ નિવેદનમાં જણાવ્યું હતું કે,
ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ જેવી પહેલ કચ્છ માટે ગૌરવની બાબત છે. કચ્છ માત્ર પ્રવાસનનું કેન્દ્ર નથી, પરંતુ હવે તે ગુજરાતી કલા અને સંસ્કૃતિના વૈશ્વિક ઉત્સવનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. AR9 માટે આ એક ગૌરવપૂર્ણ અવસર છે કે અમે આ પ્રથમ આવૃત્તિનું આયોજન કરી રહ્યા છીએ અને કચ્છ યાત્રા રિસોર્ટમાં ગુજરાતની ઓળખને વૈશ્વિક મંચ મળી રહ્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે,
“7 માર્ચની કલ્ચરલ નાઈટ અને 8 માર્ચની એવોર્ડ નાઈટ માત્ર કાર્યક્રમ નહીં, પરંતુ ગુજરાતની આત્મા, પરંપરા અને આધુનિક સર્જનાત્મકતાનું સંયોજન હશે.”

કચ્છના સફેદ રણમાં આ સ્તરનો ગ્લોબલ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આયોજક શ્રીમતી મિતલ પટેલ જણાવે છે કે કચ્છની જનતા આ કાર્યક્રમને માણવા માટે અત્યારથી જ ઉત્સાહભેર આતુર બની ગઈ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના Incredible India ના સપનાને સાકાર કરવાની દિશામાં ગ્લોબલ ગુજરાતી એવોર્ડ ચોક્કસ સહયોગી બનશે તેવી આશા વ્યક્ત કરતાં તેઓ સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ નો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય સુધી ગુજરાતની કલા, સંસ્કૃતિ, સિનેમા, સંગીત અને ડિજિટલ ક્રિએટર્સની પ્રતિભાને પહોંચાડવાનો છે. આ એવોર્ડ્સ ગુજરાતના પરંપરાગત વારસાને આધુનિક વૈશ્વિક પ્લેટફોર્મ સાથે જોડવાનો પ્રયાસ છે.

9 ફેબ્રુઆરીના લોન્ચ ઇવેન્ટ સાથે જ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ – First Edition માટેની ઔપચારિક યાત્રાનો આરંભ થયો છે, જે આવનારા સમયમાં ગુજરાતી ગૌરવનું એક પ્રતિષ્ઠિત વૈશ્વિક બ્રાન્ડ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button