અમદાવાદના સરદારનગરમાંથી 22 કિલો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, બે લોકોની ધરપકડ


અમદાવાદના સરદારનગર નોબેલનગર વિસ્તારમાં પોલીસે 22 કિલો 780 ગ્રામ હાઈબ્રિડ ગાંજો ઝડપ્યો છે. આ ડ્રગ્સની કિંમત અંદાજે 7 કરોડ 97 લાખની છે….તપાસમાં જાણવા મળ્યું છે કે હાઈબ્રિડ ગાંજો બેંગકોકથી લાવવામાં આવ્યો હતો. ચેતન પ્રજાપતિ અને જિયા ઉર્ફે જેસિકા પ્રજાપતિને ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે. ગુનામાં સામેલ અન્ય 6 આરોપીઓ હજુ ફરાર છે. શહેરના SOG દ્વારા ગુનો દાખલ કરીને ત્વરિત તપાસ શરૂ કરવામાં આવી છે.
એક દિવસ પહેલા અમદાવાદના ઓઢવમાંથી ગાંજો ઝડપાયો હતો. ઓઢવ પોલીસે ચોક્કસ બાતમી આધારે કારમાં ગાંજો વેચવા આવેલા શખ્સને રૃા. ૧.૫૬ લાખના ૩૫ કિલો ૨૫૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી પાડયો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રામોલના શખ્સ પાસેથી રૃા. ૩૫ હજારમાં લાવીને ઓઢવના શખ્સને રૃા.૪૦ હજારમાં વેચાવાતા પહેલા પોલીસે દબોચી લીધોઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.કો. વનરાજસિંહે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસે ચોેક્કસ બાતમી આધારે ઓઢવ વિસ્તારમાં તક્ષશીલા રોડ ઉપર સતગુરુ કોમ્પલેક્ષ પાસે દરોડો પાડીને કારમાં સવાર આરોપી રણજિતસિંહ રાઠોડને કોર્ડન કરીને ઝડપી પાડયો હતો.




