Sports

ભારત પાકિસ્તાન સાથે નહીં રમે દ્વિપક્ષીય શ્રેણી, એક્શનમાં રમતગમત મંત્રાલય

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. રમતગમત મંત્રાલયે આ અંગે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. તેમના મતે, ભારત કોઈપણ રીતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે.

તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાને છેલ્લે 2012-13માં દ્વિપક્ષીય શ્રેણી રમી હતી. ત્યારે પાકિસ્તાનની ટીમ મર્યાદિત ઓવરની શ્રેણી માટે ભારત આવી હતી. ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારે ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં ભાગ લીધો હતો. 2005-06 પછી ભારતીય ટીમે દ્વિપક્ષીય શ્રેણી માટે પાકિસ્તાનની મુલાકાત નથી લીધી.

ભારત અને પાકિસ્તાનની ટીમો એશિયા કપમાં એકબીજા સામે રમવા જઈ રહી છે. ભલે પાકિસ્તાન અને ભારત વચ્ચે ટૂંકા ફોર્મેટમાં મેચ રમાઈ રહી હોય, પરંતુ ભારત અને પાકિસ્તાનની ટીમો ટેસ્ટમાં એકબીજા સામે નથી રમી રહી. આ અંગે રમત મંત્રાલયે સમાચાર એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં કહ્યું, “ભારત પાકિસ્તાનમાં થતી સ્પર્ધાઓમાં ભાગ લેશે નહીં, અને પાકિસ્તાની ટીમોને ભારતમાં દ્વિપક્ષીય મેચ રમવાની મંજૂરી પણ નહીં આપીએ.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button