Top In Ahmedabad

PM મોદીની અમદાવાદ મુલાકાત પહેલા કોંગ્રેસના નેતાઓને કર્યા નજરકેદ

તા. 25-26મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છે. અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી દોઢેક કિ.મી લાંબો રોડ શો યાજાશે. આ ઉપરાંત બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન અમદાવાદ,ગાંધીનગર અને મહેસાણામાં કુલ 5477 કરોડના વિકાસના કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મુલાકાત પર છે. તેમના આગમન પહેલા કોંગ્રેસના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યાં હતાં.અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલને પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાને નજરકેદ કરાયા હતા. તે ઉપરાંત, કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ, પાર્થિવરાજસિંહ કઠવાડિયા અને નાગજી દેસાઈને પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button