ગણેશ વિસર્જનના દિવસે, અમદાવાદ શહેરના આ રસ્તા રહેશે બંધ, એડવાઇઝરી જાહેર


27 ઓગસ્ટે ગણેશ ચતુર્થીએ બાપ્પા પધાર્યાં હતા હવે શનિવાર, 6 સપ્ટેમ્બર 2025ના રોજ અનંત ચતુર્દશીના બાપ્પાનું વિધિવત વિસર્જન થશે. બાપ્પાને વાજતે ગાજતે તેમના સ્થાને ફરી વળવવા માટે લોકો શોભા યાત્રા અને નાચતા ગાતાં વિસર્જન માટે જતાં હોય છે. જેને લઇને રોજિંદો ટ્રાફિક ગણેશ વિસર્જન કરતા લોકો માટે અવરોધક બનતો હોય છે આવી સ્થિતિ ન સર્જાઇ માટે અમદાવાદમાં કેટલાક રસ્તા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ રસ્તા ગણેશ વિસર્જન માટે જ ઉપયોગમાં લેવાશે, તો શનિવાર આપ અમદાવાદ શહેરમાં બહાર જવાનું પ્લાનિગ કરી રહ્યાં હતો તો આ એડવાઇઝરી આપના માટે મહત્વની છે. જાણીએ શહેરના ક્યાં રસ્તા 6 સપ્ટેમ્બર શનિવાર અનંત ચતુર્શીમાં બંધ રહેશે.
ગણેશ વિસર્જનને પગલે અમદાવાદના અનેક રસ્તાઓ શનિવારે બંધ રહેશે .રિવરફ્રંટ પૂર્વ અને પશ્ચિમનો રસ્તો બંધ કરવામાં આવશે. પાલડીથી ગીતા મંદિર, કાલુપુર રેલવે સ્ટેશન અને ખમાસાથી એલીસબ્રિજ સુધીનો રસ્તો પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો થછે. એરપોર્ટ, કાલુપુર રેલવે સ્ટેશન જતા મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
શહેરના કોટ વિસ્તારમાં જમાલપુર, લાલ દરવાજા, ખમાસા, ઘીકાંટા, મિરઝાપુર અને દિલ્હી દરવાજા તરફ જવાના તમામ રોડ રસ્તા બંધ રહેશે. AMTS બસોને પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકના વાહન વ્યવહાર માટે અને બસોની અવરજવર માટે વૈકલ્પિક રોડ પરથી વાહનચાલકો પસાર થઈ શકશે.
ગણેશની મૂર્તિઓને શોભાયાત્રા કાઢી રિવરફ્રન્ટ અને અલગ-અલગ જગ્યાઓ પર બનાવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કુંડમાં વિસર્જિત થશે. જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ બંને તરફના રોડ બપોરે એક વાગ્યાથી ભગવાન ગણેશની મૂર્તિઓ વિસર્જિત ન થાય ત્યાં સુધી બંધ રહેશે. ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેન્ડથી જમાલપુર બ્રિજ, એસટી ગીતામંદિરથી સારંગપુરથી કાલુપુર તરફ, કાલુપુર રેલવે સ્ટેશનથી સારંગપુર ખમાસા થઈને એલિસબ્રિજ સુધીનો રસ્તો બંધ રહેશે. દિલ્હી દરવાજાની આસપાસના વિસ્તાર પણ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.રખિયાલ ચાર રસ્તાથી સરસપુર આઈટીઆઈ ચાર રસ્તા હાઈ ગુરુદ્વારા તરફનો રોડ બંધ રહેશે.




