Top In Ahmedabad

અમદાવાદમાં જાણીતા બિલ્ડરની હત્યા, મર્સિડીઝ કારમાંથી મળી આવ્યો મૃતદેહ

Oplus_131072

અમદાવાદમાં ગુનાખોરીનો સિલસિલો યથાવત છે. શહેરના વિરાટનગર ચાર રસ્તા પાસે આવેલ કોર્પોરેશનની ઓફિસ નજીક બ્રિજ નીચેથી એક બિલ્ડરની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતદેહ મર્સિડીઝ ગાડીની ડિકીમાંથી મળી આવ્યો હતો, અને તેના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.

મૃતકની ઓળખ હિંમત રૂડાણી તરીકે થઈ છે. આ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસ, ક્રાઇમ બ્રાંચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, આ હત્યા પૈસાની લેતીદેતી અથવા ધંધાકીય અદાવતના કારણે થઈ હોઈ શકે છે. મૃતકના પુત્રના જણાવ્યા મુજબ, તેણે છેલ્લે રાત્રે 11 વાગ્યે પોતાના પિતાને રિંગરોડ પર જોયા હતા જો કે, પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 10 વાગ્યે અને 11 મિનિટે આ ઘટના અંગે કોલ મળ્યો હતો. હવે સાચી હકિકત તો તપાસ બાદ જ સામે આવશે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળના હત્યારાઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વધુ તપાસ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button