PM મોદીને જોતા જ ચોધાર આંસુએ રડી પડ્યો બાળક, અને પછી પીએમ બોલ્યા….!


આજે વડાપ્રધાન મોદી ભાવનગરની મુલાકાતે આવ્યા અને વડાપ્રધાન રોડ શો યોજી જવાહર મેદાનમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. અહીં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો. તેમણે બાદમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયેલી જનમેદનીને સંબોધિત કરી. તેમના સંબોધન દરમિયાનનો એક ખૂબ જ ભાવુક કરી દેનાર ઘટના સામે આવી છે.
ભાવનગરમાં પ્રધાનમંત્રી મોદી માટે ધોરણ 8માં અભ્યાસ કરતો બાળક પોસ્ટર તૈયાર કરીને લાવ્યો. PM મોદીએ પોસ્ટર સ્વીકારતા બાળકની આંખમાંથી ખુશીના આંસુ સરી પડ્યા. બાળકે VTVNEWS સાથેની વાતચીતમાં કહ્યું કે મારે મોદી સાહેબને ભેટ આપવી હતી. પ્રધાનમંત્રી મોદી આવવાના હતા ત્યારે વિચાર આવ્યો કે તેમના માટે ચિત્ર દોરીને લઈ જઉ. પ્રધાનમંત્રી મોદીએ મને જોઈ મારું ચિત્ર સ્વીકાર્યું માટે મને રડવું આવી ગયું.
ભાવનગરમાં વડાપ્રધાન મોદીની સભામાં ધોરણ 8માં અભ્યાસ કરતો બાળક PM મોદી માટે પોસ્ટર તૈયાર કરીને લાવ્યો હતો. તેણે PM મોદી માટે ચિત્ર બનાવ્યું હતું. ત્યારે તેમના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ આ બાળકને જોતો અને કહ્યું કે એક નાનો બાળક ચિત્ર બનાવીને લાવ્યો છે, કયારનો ઉભો છે, એના હાથ દુઃખતા હશે. કોઈ જરા આને કલેક્ટ કરે. શાબાશ બેટા.”
વડાપ્રધાન મોદીએ એટલું કહેતા જ બાળક ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો, તો વડાપ્રધાન મોદીએ કહ્યું – “મળી ગયું તારું ચિત્ર, રડવાની જરૂર નથી. જો આની પર તારું એડ્રેસ લખ્યું હશે તો હું તને જરૂર ચિઠ્ઠી લખીશ.” આ પછી ફરી તેઓ સભાને સંબોધતા કહે છે – “સાથીઓ, આ નાના-નાના બાળકોનો પ્રેમ, આનાથી વધારે મોટી જીવનની પૂંજી શું હોઈ શકે છે.”




