વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગર ખાતે સમૃદ્ધ સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અંદાજે 27 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યુ


ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વૈશ્વિક નેતા તેમજ દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આજે ગુજરાતના ભાવનગરની મુલાકાતે પધાર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો ભાવનગર એરપોર્ટ થી ભવ્ય રોડ-શો યોજાયો હતો જે દરમિયાન ભાવનગરની જનતાએ લોકપ્રિય નેતાનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું અને પીએમ સાહેબ પર પુષ્પ વર્ષા કરવામા આવી. વડાપ્રધાન ભાવનગર ખાતે સમૃદ્ધ સે સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાવનગર સહિત રાજયના 27 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યુ હતું. કાર્યક્રમમાં ભારત સરકારના પોર્ટસ અને શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળ 66,025 કરોડના એમોયુનું લોકાર્પણ કર્યુ તેમજ દેશના પ્રમુખ બંદોરાના વિકાસ માટે રૂ.7870 કરોડના પ્રોજેક્ટસનો પણ લોકાર્પણ અને ખાતુમૂહુર્ત કર્યુ હતું. સમૃદ્ધ સે સમૃદ્ધિ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્મમાં બંદર,જહાજ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રીશ્રી સર્બાનંદ સોનેવાલે પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
જાહેરસભાને સંબોધન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જણાવ્યું કે, આપણા ભાવનગરે તો આજે વટ પાડી દીધો...આ કાર્યક્રમ તો ભાવનગરમાં થઇ રહ્યો છે પરંતુ આ કાર્યક્રમ આખા દેશનો છે, ભાવનગર તો નિમિત છે. ભારતભરમાં સમુદ્ર થી સમૃદ્ધી તરફ જવા આપણી દિશા શું છે તેના માટે આજે મહત્વપુર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગર પસંદ કરવામાં આવ્યું છે તે બદલ ગુજરાત અને ભાવનગરના લોકોને અભિનંદન.મારા જન્મદિવસ પર દેશના ખૂણે ખૂણેથી મને જેમણે શુભેચ્છા પાઠવી પ્રેમ આપ્યો છે, તે મારા માટે ખૂબ મોટી સંપતિ છે, મારી મોટી તાકાત છે અને સાર્વજનીક રૂપથી દેશ અને દુનિયાના તમામ લોકોનો આભાર વ્યકત કરું છું.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, વિશ્વકર્મા જયંતિ થી લઇ ગાંધી જંયતિ સુઘી એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી પુરા દેશમાં લોકો સેવા પખવાડીયુ ઉજવી રહ્યા છે. મને માહિતી આપવામાં આવી છે કે ગુજરાતમાં પણ પાછલા 2 થી 3 દિવસમાં ઘણા કાર્યક્રમો થયા, ઘણી જ્ગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા અને તેમા એક લાખ લોકોએ બ્લડ ડોનેટ કર્યુ છે. શહેરોમાં સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું, રાજયમા 30 હજારથી વધુ જગ્યામાં હેલ્થ કેમ્પ યોજાયા જેમા મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખવામાં આવ્યું. દેશભરમાં સેવાકાર્યથી જોડાયેલા દરેક વ્યક્તિને હું અભિનંદન પાઠવું છું અને તેમનો આભાર વ્યકત કરું છું.
શ્રી મોદી સાહેબે કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ કરતા વધુમાં જણાવ્યું કે, સરદાર સાહેબના મિશનથી જોડાઇ તેમને ભારતની એકતા માટે મોટુ યોગદાન આપ્યું છે આજે આવા જ દેશભક્તોની પ્રેરણાથી આપણે ભારતની એકતાને મજબૂત કરી રહ્યા છીએ. એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવનાને મજબૂત કરી રહ્યા છીએ. દેશમાં તહેવારો શરૂ થવા જઇ રહ્યા છે ત્યારે દેશમા જીએસટીમા કરેલ રિફોર્મને કારણ દેશમા રોનક વઘવાની છે, ઉત્સવના આ માહોલમાં આજે આપણે સમૃદ્ર થી સમૃદ્ધીનો મહાઉત્સવ ઉજવી રહ્યા છીએ.
શ્રી મોદી સાહેબે વધુમાં જણાવ્યું કે, 21મી સદીનું ભારત આજે સમૃદ્રને બહુ મોટી અવસરના રૂપમાં જોઇ રહ્યુ છે. આજે અંહી પોર્ટ લેટ ડેવલોપમેન્ટને ગતિ આપવા માટે હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે. દેશમાં ક્રુઝ ટુરિઝમને પ્રમોટ કરવા આજે મુંબઇમાં પણ ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ભાવગનર અને ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ થયા છે જે બદલ ગુજરાતના લોકોને શુભકામના પાઠવું છું. ભારત આજે વિશ્વબંધુની ભાવનાથી આગળ વધી રહ્યુ છે. દુનિયામાં ભારત માટે કોઇ મોટુ દુશમન નથી.. સાચા અર્થમા કોઇ દુશ્મન હોય તો તે બિજા દેશો પર આપણી નિર્ભરતા. આ જ આપણો મોટુ શત્રુ છે આપણે સૌએ સાથે મળીને ભારતના આ શત્રુને હરાવવો જ પડશે. જેટલી વધુ વિદેશી નિર્ભરતા એટલી જ દેશની નિષ્ફળતા. વિશ્વમાં શાંતિ-સ્થિરતા અને સમૃદ્ધી માટે દુનિયાની સૌથી મોટી વસ્તી ધરાવતા દેશને આત્મનિર્ભર બનવુ જ પડશે. આપણે બિજા દેશો પર નિર્ભર રહીશું તો આપણા આત્મ સન્માનને પણ ઠેસ પહોંચશે. 140 કરોડ દેશવાસીઓના ભવિષ્યને આપણે બીજા દેશ પર ન છોડી શકીએ. દેશના વિકાસના સંકલ્પને આપણે બીજા પરની નિર્ભરતા પર ન મુકી શકીએ. ભાવી પેઢીના ભવિષ્યને બીજાના સહારે ન મુકી શકીએ એટલા માટે ગુજરાતીમાં કહીએ કે સો દુખોની એક જ દવા... આત્મનિર્ભર ભારત...આ માટે આપણે ઘણી ચેલેન્જ સામે લડવુ પડશે. બીજા દેશો પર આપણી નિર્ભરતાને ઓછી કરવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઉભુ રહેવુ જ પડશે.
શ્રી મોદી સાહેબે કોંગ્રેસ પર પ્રહાર કરતા વધુમાં જણાવ્યું કે, ભારતના લોકોમાં સામર્થ્યની કોઇ કમી નથી. આઝાદી પછી કોંગ્રેસે ભારતના સામર્થ્યને નજર અંદાજ કર્યુ. આઝાદીના વર્ષો પછી પણ ભારત તે સફળતા નથી મેળવી શક્યુ જેનો આપણે હકદાર છીએ. આ માટે બે કારણ છે, લાબા સમયથી કોંગ્રેસ સરકારે દેશને લાયસન્સ કોટા રાજમાં ફસાવી રાખ્યું દુનિયાના બજારથી અલગ રાખ્યું.કોંગ્રેસ સરકારની નીતીએ દેશના યુવાનોનું બહુ નુકશાન કર્યુ છે. તેમની નીતીએ ભારતની તાકાતને વિશ્વ સામે આવા જ ન દીધી. દેશનું કેટલુ નુકશાન કોંગ્રેસે કર્યુ તેનુ સૌથી મોટુ ઉદાહરણ શિપિંગ સેક્ટર છે. ભારત દુનિયાની સૌથી મોટી દરિયાઇ તાકાત હતું. આપણે દુનિયામાં શિપબિલ્ડીંગમાં સૌથી મોટુ સેન્ટર હતા. ભારતના આજથી 50 વર્ષ પહેલા ભારતમાં બનેલા જહાજનો ઉપયોગ કરતા હતા, તેમા ભારતના 40 ટકા હિસ્સો ઇમ્પોર્ટ એક્સપોર્ટ દેશના બનેલા જહાજોથી થતો. દેશની શિપિંગ સેન્ટર કોંગ્રેસની કુનિતિનો શિકાર બન્યો. કોંગ્રેસે ભારતના જહાજ નિર્માણ પર ભાર આપવાની જગ્યાએ વિદેશી જાહાજને ભાડુ આપવાનુ યોગ્ય સમજ્યા.વિદેશી જહાજો પર આપણી નિર્ભરતા આપણી મજબૂરી બની ગયું જેના પરિણામે 50 વર્ષ પહેલા જ્યા 40 ટકા વેપાર ભારત જહાજો પર થતો તે હિસ્સો ઘટીને ફકત 5 ટકા રહ્યો. આજે ભારત દર વર્ષે અંદાજે 75 બીલીયન ડોલર એટલે કે અંદાજે 6 લાખ કરોડ રૂપિયા વિદેશી શિપિંગ કંપનીને શિપીંગ સર્વીસ માટે ભાડુ આપે છે. આજે ભારતનું જેટલુ ડિફેન્સ બજેટ છે એટલા જ રૂપિયા ભાડામા આપવા પડે છે. 7 દશકોમાં કેટલા રૂપિયા વિદેશી દેશોને ભાડા પેટે આપણે ચુકવ્યા. આપણા રૂપિયાથી વિદેશોમા લાખો નોકરીઓની તક ઉભી થઇ.
શ્રી મોદી સાહેબે વધુમા જણાવ્યું કે, 2047મા જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થશે ત્યારે વિકસીત થવુ હોય તો ભારતે આત્મનિર્ભર થવું જ પડશે. આત્મનિર્ભર સિવાય ભારત પાસે કોઇ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓનો એક જ સંકલ્પ હોવો જોઇએ, ચિફ હોય કે શિપ આપણે ભારતમા જ બનાવવા પડશે. આજથી દેશના દરેક મેજર પોર્ટને જુદાજુદા ડોક્યુમેન્ટથી અલગ અલગ પ્રોસેસથી મુકતી મળશે. વન નેશન વન ડોક્યુમેન્ટ વધુ સરળ બનાવશે. આઇએનએસ વિક્રાંત પણ ભારતમા બની આપણી પાસે સામર્થ્ય છે આપણા દેશવાસીઓમા કૌશલ્યની કોઇ કમી નથી. દેશના મેરિટાઇમ સેક્ટરને મજબૂતી આપવા માટે ગઇકાલે ઐતિહાસીક નિર્ણય થયો જેમા દેશની પોલીસીમા બદલાવ કર્યો સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રકચરના રૂપમા માન્યતા આપી છે. ભારતને દુનિયાની મોટી દરિયાઇ શક્તિ બનાવવા માટે 3 મોટી સ્કીલ પર ભારત સરકાર કામ કરી રહી છે જેનાથી શિપબિલ્ડીંગ સેક્ટરને આર્થિક મદદ મળવી સરળ બનશે. ભારતે તેની પોર્ટ કેપેસિટી ડબલ કરી છે. ભારતના સમૃદ્ધી તટ ભારતની સમૃદ્ધીના પ્રવેશ દ્વાર બનશે. વિકસીત ભારત માટે દેશનાલોકોએ દરેક સેક્ટરમા ઝડપથી કામ કરવુ પડશે. વિકસીત ભારતનો રસ્તો આત્મનિર્ભર ભારતથી થઇને જાય છે. આપણે જે પણ ખરીદીએ તે સ્વદેશી હોય આપણે જે પણ વહેંચીએ તે સ્વદેશી હોય. દુકાનદાર વેપારીઓન દુકાનમા પોસ્ટર લગાવે કે ગર્વથી કહો કે આ સ્વદેશી છે. આપણો પ્રયાસ આપણા દરેક ઉત્સવને ભારતની સમૃદ્ધીનો મહોત્સવ બનાવશે.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત દેશમાં સૌથી લાંબો 1600 કિમી સમુદ્ર કિનારો ધરાવતું રાજય છે. વિકાસના કાર્યો માટે આગવી સુજ્જ ધરાવતું નેતૃત્વ મળે તો કોઇ રાજય દેશના વિકાસનું રોલ મોડલ કેવી રીતે બની શકે તે વાત ગુજરાતે 2001માં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિઝનરી લીડરશીપમા પુરવાર કર્યુ છે. 21મી સદીમાં બદલાયેલા વૈશ્વીક પરિબળો આધુનિક વેપારની તકો તેમજ અદ્યતન ટેકનોલોજીનો સમન્વય દરિયાઇ સંસ્કૃતિ સાથે કરવાનું વિઝન આદરણીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબે આપ્યું છે. મોદી સાહેબનું તે સમયે આગવું વિઝન સ્પષ્ટ હતું કે ગુજરાત સ્ટ્રેટેજીકલી લોકેશનનો મહત્તમ લાભ લઇને બંદરોની નજીક જ વિવિધ ઉદ્યોગો સ્થાપવા.નવા ઉદ્યોગો અને ઉત્પાદન અને માર્કેટ સબંધીત આયાત-નિકાસની વિવિધ જરૂરિયાતો માટે કેપટિવ સુવિઘાઓ આપવી તેમજ મહત્તમ ખાનગી રોકાણ ની મદદથી રાજયના ઉદ્યોગીક અને બંદરીય માળખાનો વિકાસ કરવો.આજે ગુજરાત દેશના 39 ટકા કાર્ગોનું હેન્ડલીગ કરે છે. ગુજરાતમાં બંદર આધારીત ઉદ્યોગ અને અને ઉદ્યોગ આધારીત બંદર બે કોન્સેપ્ટનો સંગમ વડાપ્રધાનશ્રીની દીર્ધદ્રષ્ટીથી થયો છે. પીએમ ગતિશક્તિથી બંદરોને પુરક રોડ-રેલ લોજીસ્ટીક કનેક્ટીવીટ મળી છે. દેશની કુલ રિજ્યુએનેબલ એનર્જી ના 60 ટકા થી વધુ એટલે 39.27 ગીગા વોટ એનર્જી એટલુ ગુજરાત આજે આપે છે. પવનઉર્જા અને રૂપટોપ સોલરમાં દેશમા ગુજરાત પહેલા નંબરે છે. સફેદ રણની વિશ્વખ્યાતી સાથે હવે ધોરડો 100 ટકા પીએમ સુર્ય ઘર ધરાવતા ગામનું ગૌરવ મેળવશે. વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને આત્મનિર્ભર ભારત માટે પણ દેશવાસીઓને આહવાહન કર્યુ છે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી દેશમા બનેલી ચિજવસ્તુઓના ઉપયોગ કરવા આપણે સૌ લોકલ ફોર વોકલને વેગ આપીએ તે આજના સમયની માંગ છે. આવનાર તહેવારોમાં આપણે સૈ સ્વદેશી દિવાળીનો સંકલ્પ કરીને દેશમા બનેલી વસ્તુનું ઉત્પાદીત સાઘન સામગ્રીની ખરીદી કરીએ. સમૃદ્ધના નવા અધ્યાયની શરૂઆત બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઇ માડવીયા, કેન્દ્રીય રાજયમંત્રીશ્રી શાંતનું ઠાકોરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા, રાજયનામંત્રીશ્રીઓ કનુભાઇ દેસાઇ, રૂષીકેશભાઇ પટેલ, શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી કુવરજીભાઇ બાવળીયા,શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી પરષોત્તમભાઇ સોલંકી, ધારાસભ્યશ્રીઓ, પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવનગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા.



