અમદાવાદ શહેરમાં વરસાદે નવરાત્રિની મજા બગાડી, અનેક ગરબા કાર્યક્રમો કરાયા રદ

ગુજરાતમાં હાલ અનેક શહેરોમાં મેઘરાજા ત્રાટક્યા છે. નવરાત્રિમાં વરસાદ પડતા મોટાભાગના ગરબા આજે (28 સપ્ટેમ્બર) રદ કરાયા છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરતમાં સાતમા નોરતે વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે. વરસાદના કારણે પાર્કિંગ તેમજ અન્ય વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે આજના ગરબા રદ કરાયા છે. ગરબા ગ્રાઉન્ડ પર પ્લાસ્ટિક પાથરી ગ્રાઉન્ડ બચાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ખેલૈયાઓને મુશ્કેલી ના પડે તે માટે આયોજકોએ આ નિર્ણય લીધો છે.
વરસાદે ખેલૈયાઓની મજા બગાડી છે. ત્યારે આજે વડોદરામાં યુનાઈટેડ-વે, LVP, VNF, લક્ષ્મીવિલાસ પેલેસ સહિતના ગરબા રદ કરાયા છે. સુરતના કીમમાં મૈત્રી ગ્રુપના આજના ગરબા રદ કરાયા છે. જ્યારે અમદાવાદમાં કર્ણાવતી ક્લબના ગરબા રદ કરાયા છે.
અમદાવાદમાં ગરબા રદ
અમદાવાદમાં મુલાસણમાં કર્ણાવતી ક્લબ અને રિસોર્ટના ગરબી, દીવીના મંડળીના રાસ ગરબા, સાઉથ બોપલના લાભ ક્રિએશનના ગરબા રદ કરાયા છે.




