Top In Ahmedabad

પગાર ન મળતા કર્મચારીએ જ ચિઠ્ઠી મૂક્યાનો ઘટસ્ફોટ, અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ થ્રેટ મામલે મોટો ખુલાસો

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિંગોની ફ્લાઈટમાંથી બોમ્બ લખેલી ચિઠ્ઠી મળતા સુરક્ષા કર્મચારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા. 3 ઓક્ટોમ્બરે સવારે 10 વાગ્યે મુંબઈથી ફ્લાઈટ ટર્મિનલ-1 પર આવી હતી. જેના ટોઈલેટમાં ટિશ્યુમાં રોલ મળી આવ્યો હતો. જેમાં બોમ્બ લખેલ હતું. જે બાબની જાણ સ્વીપર દ્વારા સિક્યુરીટીને કરવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે મોટો ખુલાસો થતા એરપોર્ટનાં કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ઈન્ડિંગોની ફ્લાઈટમાં બોમ્બ લખેલ ચિઠ્ઠી મળતા એરપોર્ટના કર્મચારીઓ દ્વારા આ સમગ્ર મામલાની ગંભીરતાથી લીધો હતો. તેમજ મુસાફરોની સુરક્ષાને ધ્યાને લઈ આ સમગ્ર મામલાની જાણ ઉચ્ચ સુરક્ષા એજન્સીઓને કરવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એરપોર્ટ પર ફરજ બજાવતા તમામ લોકો પાસે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરતા અલગ અલગ લોકો પાસે અંગ્રેજીમાં બોમ્બ લખાવવામાં આવ્યું હતુ. જેમાં એક સ્ટાફ કર્મચારીના અક્ષર મેચ થતા તેની સુરક્ષા એજન્સીઓ દ્વારા કડકાઈથી પૂછપરછ હાથ ધરતા તેણે ટિશ્યુ પર બોમ્બ લખ્યું હોવાની કબૂલાત કરી હતી. તેમજ આવું કેમ કર્યું તે બાબતે તેણે જણાવ્યું હતું કે, પગાર સહિતના ભથ્થા મોડા થતા હોવાથી કર્મચારી દ્વારા આવું કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો.

છેલ્લા ચાર મહિનામાં એરપોર્ટ પર બોમ્બ થ્રેટ મળ્યાની આ 6 ઘટના બની છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button