GUJARAT

 ભાજપના બે કાર્યકરો વચ્ચે કાર્યાલયમાં જ મારામારી, કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બપોર બાદ બે ભાજપ કાર્યકરો બાખડયા હતા. જેને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરના વરાછા વિસ્તારના ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા અને સુરત મનપાના ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે કાર્યાલયની અંદર જ મારામારી થઈ હતી. સુરત ભાજપ કાર્યાલયમાં બે કાર્યકરો વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે. જેથી ભાજપ પક્ષ દ્વારા બંને કાર્યકરોને નોટિસ ફટકારી જવાબ માગ્યો છે. જો કે, સૌથી શિસ્તબંધ ગણાતી પાર્ટી ભાજપમાં બંને કાર્યકરોમાં મારામારી અંગે ચર્ચા થવા લાગી છે. ઘટનાને લઈને ત્યા હાજર અન્ય કાર્યકર્તાઓ ચોંકી ગયા હતા. 

મળતી વિગતો અનુસાર, સુરત મહાનગર ભાજપ કાર્યાલયમાં સક્રિય કાર્યકર દિનેશ સાવલિયાએ કાર્યાલયના પટાવાળા સાથે નાસ્તા મુદ્દે થોડીક રકઝક થઈ હતી. જેની પટાવાળાએ જઈને ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી દીધી. જેથી દિનેશ સાવલિયા અને ખજાનચી શૈલેષ જરીવાલા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. થોડીવારમાં ભાજપ કાર્યાલય મારામારીનો અખાડો બની ગયો હતો. આટલું ઓછું હોય તેમ મારામારી દરમ્યાન અપશબ્દો બોલતા પણ જણાઈ આવ્યા હતા. જે અંગેની જાણ થતા સુરત શહેર પ્રમુખ પરેશે પટેલે ખજાનચી શૈલેષ જરીવાલા તેમજ કાર્યકર્તા દિનેશ સાવલિયાને નોટિસ ફટકારી હતી. જેનો જવાબ ત્રણ દિવસમાં આપવા જણાવાયું છે. જો આ મારામારીની ઘટનામાં દોષિત પુરવાર થઈ જશે તો બંને સામે આકરાં પગલાં લેવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button