Business

 પુષ્પ નક્ષત્રમાં સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઉછાળો, એક તોલું કેટલા પર પહોંચ્યું

દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે આજે ફરી એકવાર સોના-ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે મંગળવારે એટલે કે 14 ઑક્ટોબરના રોજ પુષ્પ નક્ષત્ર છે ત્યારે દેશભરમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,25,560 થયો છે, જ્યારે 13 ઑક્ટોબરે તે ₹1,950ના વધારો સાથે ₹1,27,950 સુધી પહોંચી ગયો હતો જે અત્યાર સુધીનો એક નવો વિક્રમ છે. દેશના અન્ય મોટા શહેરોમાં પણ ભાવમાં વધારો નોંધાયો છે.

સોનાની જેમ ચાંદીમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. 14 ઑક્ટોબરના રોજ ચાંદીનો છૂટક ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,85,100 સુધી પહોંચી ગયો. સપ્ટેમ્બર મહિનામાં ચાંદીના ભાવમાં 19.4% નો ઉછાળો નોંધાયો હતો. 13 ઑક્ટોબરે ચાંદી ₹7,500 ના ઘટાડા સાથે ₹1,79,000 પ્રતિ કિલોગ્રામના ઉચ્ચતમ સ્તરે પહોંચી હતી.નિષ્ણાતોના મત મુજબ આગામી ધનતેરસે સોનાના ભાવ ₹1,20,000 થી ₹1,30,000 પ્રતિ 10 ગ્રામ વચ્ચે રહેવાની શક્યતા છે. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ $4,150 થી $4,250 પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. તેઓનું માનવું છે કે, સોનામાં તેજી 2026 સુધી ચાલુ રહી શકે છે ખાસ કરીને જ્યારે વૈશ્વિક વ્યાજ દરોમાં ઘટાડો થશે અને ફુગાવો નિયંત્રણમાં રહેશે.

શા માટે વધી રહ્યા છે સોનાના ભાવ?

  • વૈશ્વિક અસ્થિરતા અને ભવિષ્યના વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાઓ
  • રોકાણકારોનું સલામત રોકાણ તરીકે સોનામાં વલણ
  • ફુગાવાની સ્થિતિ પર સંશયો
  • ધનતેરસ અને દિવાળીની સીઝનના કારણે માંગમાં વધારો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button