GUJARAT

કનુ દેસાઈ, ભાનુ બાબરીયા સહિતના આ મંત્રીઓને મૂકાશે પડતાં, ગુજરાત કેબિનેટ વિસ્તરણ પર મોટું અપડેટ!

ગુજરાતની રાજનીતિને લઈ બેઠકોનો દોર શરૂ થયો છે. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ દિલ્હીમાં રાત્રી રોકાણ કર્યું હતું. મુખ્યમંત્રીનો રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રદ કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે ગઈ કાલ બપોરથી દિલ્હીના પ્રવાસે છે. નવી સંગઠન રચનાને બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો. સંભવિત મંત્રીમંડળ ના વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ. મંત્રી મંડળ નું ટૂંક સમયમાં વિસ્તરણ થઈ શકે છે.

રાજ્ય કક્ષાના મંત્રીઓ માત્ર બચૂ ખાબડ, કુંવરજી હળપતિ, પ્રફૂલ પાનશેરીયા, ભીખુસિંહ પરમાર સહિતના મંત્રીને પડતા મુકાઈ શકે છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા આવતા તેઓ જાતે જ મંત્રી પદ અસ્વિકાર કરશે. કેબિનેટ માં રાઘવજી પટેલ, મુળુ બેરા તથા કુંવરજી બાવળિયા ને પડતા મુકાઈ શકે છે જોકે કુંવરજી બાવળિયા ના કોળી ચહેરા સામે અન્ય ચહેરા મુકવો મુશ્કેલ બનતા મંત્રી મંડળમાં યથાવત રહી શકે. નાણાં મંત્રી કનુ દેસાઈ, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા ને નવા મંત્રી મંડળ માં સ્થાન ના મળે તેવી સંભાવના. નાણાં મંત્રી કનુ દેસાઈ જાતે જ મંત્રી પદ અસ્વિકાર કરી શકે છે.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાના દ્રષ્ટિકોણથી આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પારદર્શક અને કાર્યક્ષમ વહીવટ માટે સુસંગત ટીમ બનાવવાની તૈયારીમાં પાર્ટી ઊંડા મંથનમાં લાગી છે. આ બેઠકના પરિણામ સ્વરૂપે આગામી દિવસોમાં પાર્ટી તરફથી કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતોની શક્યતા નિવારી શકાતી નથી.

મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસની ચર્ચાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. તેમની સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વક્રમા અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી પ્રવાસમાં જોડાયા છે. સુત્રોનું માનીએ તો દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે તેમની બેઠક યોજાવવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રીના દિલ્હી પ્રવાસ મોટા ફેરફારના સંકેત આપતો જણાય છે.

અગાઉ 4 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વચ્ચે મુલાકાત થઇ હતી આમ 40 દિવસમાં જ બીજીવાર પીએમ અને સીએમની મુલાકાતને લઇ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. બીજી તરફ, કેટલાંક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં, અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોઈ શકે છે.સુત્રોનું માનીએ તો જો મંત્રીમંડળમાં ફેરફાર થાય તો સંભવિત ફેરફાર અનુસાર નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતામંત્રી ભાનુબેન બાબરિયાને મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવી શકે છે.

મંત્રીમંડળમાં જે નેતાઓને સ્થાન મળી શકે તેમ છે તેવા નેતાઓની યાદી પર નજર કરીએ તો જયેશ રાદડિયા, હાલના વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી, રાજકોટના ઉદય કાનગડ, વેજલપુરના અમિત ઠાકર, એલિસબ્રિજના અમિત પોપટલાલ શાહ, ભાવનગરના હીરા સોલંકી, અમરેલીના મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, દક્ષિણ ગુજરાતના સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ, જામનગરનાં રીવાબા જાડેજા અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા અને માંડવી-કચ્છના અનિરુદ્ધ દવે તથા નડિયાદના પંકજ દેસાઈનો સમાવેશ થઈ શ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button