PHOTO GALLARY
નોરા ફતેહીનો જોવા મળ્યો સ્ટાઈલિશ લૂક, તસવીરો વાયરલ


નોરા ફતેહી તેના શાનદાર ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે. તે તેના કિલર ડાન્સ સ્ટેપ્સથી ચાહકોના દિલમાં સ્થાન બનાવે છે. નોરા ફતેહીનો કોઈને કોઈ વીડિયો દરરોજ વાયરલ થાય છે.

નોરા ફતેહીએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ લૂકમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં નોરા ફતેહી ગોલ્ડન લૂકમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.

નોરા ફતેહીના બોલ્ડ અંદાજે ચાહોકને દિવાના બનાવી દિધા છે. ગોલ્ડન બોડીકોનમાં કેમેરાની સામે ડાન્સર ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ફેન્સ પણ નોરા ફતેહીના હોટ ફિગર પર ફિદા થયા છે. કેમેરાની સામે નોરાએ ખૂબ જ સુંદર પોઝ આપ્યા છે. ચાહકો તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.

નોરાના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે. એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફેન્સ માટે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે.





