3 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક, સાંજે મંત્રીમંડળના તમામ સભ્યો આપશે રાજીનામું


ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટનું વિસ્તરણ આવતીકાલ સવારે 11:30 વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ પહેલા 3 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે. સાંજે મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામું આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે મુંબઇથી એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પરત આવ્યા બાદ વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યો રાજીનામું આપશે. મંત્રીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજીનામાનો પત્ર સોપસે.
આવતીકાલે મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓની નવેસરથી શપથવિધિ થશે. મહાત્મા મંદિરમાં નવા અને જૂના તમામ મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે.
3 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળનારી બેઠકમાં વર્તમાન સરકારના તમામ મંત્રીઓ હાજર રહેશે. સંગઠનના પદાધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પણ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે.
મંત્રી મંડળમાં સંભવિત ફેરફાર
ક્યા મંત્રી યથાવત રહેશે
બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયા
ક્યા મંત્રીની વિદાય નક્કી
કનુ દેસાઇ, કુબેર ડિંડોર,ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મુકેશ પટેલ, ભાનુબેન બાબરીયા, પરસોત્તમ સોલંકી, મૂળુ બેરા, કુવરજી હળપતિ
કોને મંત્રી પદ મળશે
જયેશ રાદડીયા,અર્જુન મોઢવાડીયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, હીરા સોલંકી, કેયુર રોકડીયા, સંજય કોરડીયા, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, પ્રધ્યુમન વાઝા, શંકર ચૌધરી




